Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદના એસજી હાઇવે ઉપર આજે અતિ ગંભીર ટ્રાફિકજામ સર્જાયોઃ 5 કિ.મી. સુધી વાહનોની લાઇનો લાગીઃ એમ્‍બ્‍યુલન્‍સ સહિત સેંકડો વાહનો અટકાવાયા

40 મિનીટ સુધી હકડેઠઠ વાહનોની લાઇનો લાગતા ટ્રાફિક અવ્‍યવસ્‍થા

અમદાવાદ: અમદાવાદના પિક અવર્સમાં કેટલાક રોડ પરથી નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. પિક અવર્સમાં અહી ટ્રાફિક વધુ સર્જાતો હોય છે. પરંતુ ક્યારેક આ ટ્રાફિકની સમસ્યા એવી જટિલ બની જતી હોય છે કે વાહનો કલાકો સુધી હટી પણ શક્યા નથી. બુધવારની સવાર એસજી હાઈવે પરથી પસાર થતા લોકો માટે કષ્ટદાયક બની રહી હતી. એસજી હાઇવે પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

એસજી હાઈવે પર ગોતા ફલાયઓવરથી સોલા રેલવે ઓવરબ્રિજ સુધી વાહનોની 5 કિમી લાંબી લાઈન જોવા મળી. જેમાં હકડેઠઠ વાહનો ઉભા હતા, પણ તેઓ એક ડગલુ પણ આગળ હટી શકતા ન હતા.

સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે.

5 કિમી પસાર કરતા 40 મિનિટથી વધુ સમય થઈ રહ્યો છે. ઓફિસ કલાકોના કારણે સમસ્યા વધુ ગંભીર બની હતી. હજી પણ વાહનો હટી શક્યા નથી.

(4:38 pm IST)