Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

આણંદ-બોરસદ દાંડી માર્ગ નજીક દાંતણ કરી રહેલ મહિલાને કારે હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

આણંદ : આણંદ-બોરસદ દાંડી માર્ગ ઉપર આવેલ દેદરડા ગામ નજીક આજે વહેલી સવારના સુમાકે પુરપાટ ઝડપે જઈ રહેલ એક કારે માર્ગ નજીક દાંતણ કરી રહેલ એક મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે કારચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન આણંદ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક સફેદ કલરની કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી માર્ગની સાઈડમાં દાંતણ કરી રહેલ જશોદાબેનને અડફેટે લીધા હતા. તેઓ કાર સાથે થોડે દુર સુધી ઢસડાતા તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સવારના સુમારે સર્જાયેલ આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. દરમ્યાન આ અંગે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેઓએ મહિલાને તપાસની મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે ગણપતભાઈ સોલંકીએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:26 pm IST)