Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુરતની લાજપોર જેલમાં બાથરૂમમાંથી બે મોબાઈલ મળી આવતા અજાણ્યા કેડી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં જડતી સ્કોર્ડની તપાસ દરમિયાન કોમન સંડાશ અને જનરલ બાથરૂમમાંથી સીમ કાર્ડ વગરના બે મોબાઇલ ફોન મળી આવતા સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે. લાજપોર જેલના જડતી અમલદાર વિષ્ણુ વાઘેલાને ગત બપોરે યાર્ડ નં. એ 11, અને 12, બી 2 અને 3 તથા સી 2 અને 33 માં શંકાસ્પદ હિલચાલ જણાતા સ્ટાફ સાથે ચેકીંગ કર્યુ હતું. ચેકીંગ દરમિયાન યાર્ડ નં. એ 11 ની બેરેક નં. 3 અને બેરેક નં. 44 તથા બેરેક નં. 4 વચ્ચેના કોમના સંડાશ નં. 101ની જાળી નીચે બખોલમાંથી ડ્યુલ સીમ વાળો કેચોડા કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જયારે જનરલ બાથરૂમ નં. 303ના પાણીના નિકાલની પાઇપ લાઇનમાં છુપાવેલો બીજો ફોન પણ મળી આવ્યો હતો. જેને પગલે જડતી સ્કોર્ડે ફોન એફએસએલમાં મોકલવાની સાથે સચિન પોલીસ મથકમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે લાજપોર મધ્યસ્થ જેલમાંથી અગાઉ પણ પ્રતિબંધિત એવા મોબાઇલ ફોન ઉપરાંત અન્ય વસ્તુઓ મળી આવી છે અને ફરીયાદ પણ નોંધવવામાં આવી છે. પરંતુ હજી સુધી એક પણ કેસમાં પોલીસ મોબાઇલના વપરાશકર્તા કેદી સુધી પહોંચી શકી નથી. 

(5:27 pm IST)