Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વડોદરા:યુવતીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી તરછોડી દેનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા :  મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવાનું કહી વિશ્વાસ કેળવી યુવકે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.ત્યારબાદ યુવકે તેને તરછોડી દીધી હતી. આ અંગે યુવતીએ વાડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદ વધુ તપાસ માટે પાવાગઢ  પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવી છે.

શહેરમાં રહેતી મુસ્લિમ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારા મમ્મી અને ભાઇ સાથે રહું છું.તેમજ ટ્રેડિંગનો ધંધો કરૃં છું.મારા  પિતાનું નવ વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું છે.મેં ડિપ્લોમા ઇન એક્સપોર્ટ ઇમ્પોર્ટનો અભ્યાસ કર્યો છે.વર્ષ ૨૦૧૫ માં ફતેગંજ સદરબજાર ધોબીવાડમાં રહેતા તેજસ દેવેન્દ્રભાઇ ચિત્તે સાથે સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ થઇ હતી.તેજસ વોટ્સએપ અને ફેસબુક પર સતત મારા સંપર્કમાં રહેતો હતો.તેજસ અને મારી વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.તેજસ અને  હું અવારનવાર સરદારબાગમાં બેસીને વાતચીત કરતા હતા. તા.૧૦-૧૧-૨૦૧૫ ના રોજ હું અને તેજસ બપોરે ત્રણ વાગ્યે તેની બાઇક  પર પાવાગઢ ફરવા  ગયા હતા.માંચી તરફ જતા રોડ   પર તેણે બાઇક સાઇડ પર પાર્ક કરી હતી.અને મને ડુંગરના જંગલમાં ચાલતા ચાલતા અંદર સુધી લઇ ગયો હતો.ત્યાં વાહનની કોઇ અવર જવર નહતી.ં તેજસે મને કહ્યું હતું કે,તું મને બહુ પસંદ છે.તારા સિવાય બીજી કોઇ છોકરી ગમતી નથી.હું તારી સાથે  જ લગ્ન કરવાનો છું.તેમ કહી તે મારા શરીર પર હાથ  ફેરવવા લાગ્યો હતો.તેણે મને શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું.પરંતુ,મેં લગ્ન પહેલા આવું કરવાની ના પાડી દીધી હતી.જવાબમાં તેજસે મને કહ્યું હતું કે,હું તારી સાથે લગ્ન કરીશ.અને આજીવન તારી સાથે જ રહીશ.મારી ઇચ્છા નહી હોવા છતાંય તેણે મારી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.સાંજે સાડા છ વાગ્યે અમે વડોદરા પરત આવ્યા હતા.ત્યારબાદ પણ તેણે મારી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

 

(5:30 pm IST)