Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સાણંદ કાલુપુર બેંક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : છેલ્લા 51 વર્ષથી ગ્રાહકોની સેવામાં કાર્યરત એવી કાલુપુર કોમર્શિયલ કો.ઓપરેટિવ બેન્ક ના 52 માં સ્થાપના દિનની ઉજવણી નિમિતે રક્તદાન અંગે જનજાગૃતિ જળવાઈ રહે અને જરૂરીયાત દર્દીઓને રક્ત મળી રહે તે હેતુથી "રક્તદાન પખવાડિક" અંતર્ગત સાણંદ કાલુપુર બેન્ક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સાથ સહકારથી સાણંદની કાલુપુર બેંકની શાખા ખાતે પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભીખાભાઇ પટેલ,હિમ્મતભઈ પટેલ,દિનેશભાઇ પટેલ અને શાખા મેનેજર ધનેશભાઈ પટેલ ના હસ્તે દીપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બેંક ના સભાસદો,સ્ટાફ મિત્રો,આગેવાનો અને ગામજનો દ્વારા રક્તદાન થયું હતું તેમાં 127 જેટલી રક્તની બોટલો એકઠી થઈ હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(8:03 pm IST)