Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુબઈ વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયો સાથે શુભેચ્છા મુલાકાત કરી

ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્યમંત્રી સાથે ગયેલા પ્રતિનિધિમંડળ ના અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુબઇની દ્વી દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે દુબઈમાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.ગુજરાતના ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્યમંત્રી સાથે ગયેલા પ્રતિનિધિમંડળ ના અધિકારીઓ પણ આ મુલાકાત માં જોડાયા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની દુબઈ મુલાકાતનો પ્રારંભ દુબઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ એક્સ્પોમાં યુએઇ પેવેલિયનની મુલાકાતથી કર્યો હતો. તેમણે યુએઇના ટોલરન્સ એન્ડ કો એકઝિસ્ટન્સ મંત્રી શેખ નહ્યાન બિન મબારક અલ નહ્યાન સાથે મુલાકાત બેઠક પણ યોજી હતી

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે દુબઈ મુલાકાતના પ્રથમ દિવસે શરાફ ગ્રૂપના વાઈસ ચેરમેન શરાફુદ્દીન શરાફ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022  રોડ શો દરમ્યાન મીટિંગ કરી હતી.

આ ઉપરાંત તેમણે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. સાથે ઈન્ડિયા પેવેલિયન ખાતે વાતચીત કરી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન ગુજરાત અને UAEવચ્ચે દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી

(9:31 pm IST)