Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજપીપળા આરબ ટેકરામાં આંકડા લખનાર એક શખ્સને રૂ.5,020 સાથે ઝડપી પાડતી LCB પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા આરબ ટેકરા વિસ્તારમાં આંકડાનો ધંધો કરતા એક ઇસમને એલસીબી પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ નર્મદા એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે આરબ ટેકરા ખાતે રેડ કરતા ત્યાં મકબુલ મહંમદભાઇ બેલીમ(રહે. રાજપીપલા આરબ ટેકરા )પોતાના રહેણાંક ઘર આગળ ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂ|. ૫,૦૨૦ તથા જુગારના સાહીત્યો સાથે પકડાઇ જતા એલસીબીએ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:57 pm IST)