Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કોંગ્રેસના 11 જિલ્લામાંથી 17 ઉમેદવારની જીત :સૌરાષ્ટ્ર- કચ્છમાંથી માત્ર 3 બેઠક મળી: જાણો કોંગ્રેસના ક્યાં-ક્યાં ઉમેદવારો થયા વિજયી

33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રેસને 0 બેઠક મળી : રાજ્યના 77 ટકા ભાગમાં આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસની હાલત ખરાબ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે. ગુજરાતમાંથી ભાજપનો ઐતિહાસિક 156 બેઠક પર વિજય થયો છે જ્યારે કોંગ્રેસનો સફાયો થતા થતા રહી ગયો છે. કોંગ્રેસને 182 બેઠકમાંથી માત્ર 17 બેઠક જ મળી છે. રાજ્યના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રેસને 0 બેઠક મળી છે. રાજ્યના 77 ટકા ભાગમાં આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઇ હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને માત્ર 3 બેઠક જ મળી હતી. 2017માં કોંગ્રેસ 31 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. જોકે, 2022માં ભાજપને 54માંથી 47 બેઠક મળી છે. કોંગ્રેસના 11 જિલ્લામાંથી 17 ઉમેદવાર જીત્યા છે. પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા, સોમનાથમાં વિમલ ચુડાસમા અને માણાવદરમાં કોંગ્રેસના અરવિદ લાડાણીનો જ વિજય થયો હતો.

કોંગ્રેસના ક્યા 17 ઉમેદવાર જીત્યા

કોંગ્રેસના જીતેલા ઉમેદવારનું નામ બેઠકનું નામ કેટલા મતે જીત્યા
જિગ્નેશ મેવાણી વડગામ (SC) 4928
ગેનીબેન ઠાકોર વાવ 15601
કાંતિભાઇ ખરાડી દાંતા (ST) 6327
અમૃતભાઇ ઠાકોર કાંકરેજ 5295
ડૉ. સી.જે ચાવડા વીજાપુર 7053
ડૉ. કિરીટ પટેલ પાટણ 17177
તુષાર ચૌધરી ખેડબ્રહ્મા 1664
ઇમરાન ખેડાવાલા જમાલપુર-ખાડિયા 13658
શૈલેષ પરમાર દાંણીલિમડા 13487
અર્જૂન મોઢવાડિયા પોરબંદર 8181
અરવિંદ લાડાણી માણાવદર 3453
અમિત ચાવડા આંકલાવ 2729
વિમલ ચુડાસમા સોમનાથ 922
અનંત પટેલ વાસદા 35033
ચિરાગ પટેલ ખંભાત 3711
ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડા 26620
દિનેશ ઠાકોર ચાણસ્મા 1404

કોંગ્રેસના દિગ્ગજ હાર્યા

કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત કગથરા, જાવિદ પીરઝાદા, અંબરીશ ડેર, પ્રતાપ દૂધાત, લલિત વસોયા, ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર હાર્યા હતા.

(8:37 pm IST)