Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજ્યમાં ડબલ જંત્રીના નિર્ણય સામે બિલ્ડરો અને રિયલ એસ્ટેટ ગ્રુપે બાયો ચડાવી : શુક્રવારે રાજ્યભરમાં એકપણ દસ્તાવેજ નોંધાવશે નહીં

શુક્રવારે દસ્તાવેજ કરવા સામે પ્રતીક હડતાળ બાદ શનિવાર અને રવિવાર સરકાર પુનઃ વિચાર કરે અને ઓછામાં ઓછા બે મહિના માટે નિર્ણય સ્થગિત કરે એવી માંગ:સરકાર યોગ્ય નિર્ણય ના કરે તો બિલ્ડર વતી સોમવારે 182 ધારાસભ્યો અને તમામ સાંસદોને બિલ્ડરો તરફથી આવેદનપત્ર અપાશે.

અમદાવાદ ; ગુજરાતમાં તાત્કાલિક અસરથી અમલમાં મુકાયેલ ડબલ જંત્રીથી રીયલ એસ્ટેટગ્રુપ અને બિલ્ડર ગ્રુપ નારાજ થયું છે. જે સંદર્ભે નેશનલ રીયલ એસ્ટેટ ડેવલમેન્ટ કાઉન્સિલે તાત્કાલિક એક મિટિંગ બોલાવીને મોટો નિર્ણય કર્યો અને આ શુક્રવારે દસ્તાવેજ કરવા સામે બિલ્ડર્સ ગ્રુપે પ્રતીક હડતાળ જાહેર કરી છે . 

 ગુજરાતના તમામ બિલ્ડરો આ શુક્રવારે નવી જંત્રી પ્રમાણેનો એક પણ દસ્તાવેજ આખા ગુજરાતમાં ક્યાંય નહિ કરે તેવો નિર્ણય કર્યો હતો. ડબલ જંત્રીને લઈને પ્રજા પર પાડનારા બોજ મુદ્દે સરકાર સામે બિલ્ડરો બાથ ભીડવા તૈયાર હોય એવા મૂળમા દેખાયા. 

સાથે સાથે શનિવાર અને રવિવાર માં સરકાર પુનઃ વિચાર કરે અને ઓછામાં ઓછા બે મહિના માટે નિર્ણય સ્થગિત કરે એવી માંગ કરી. જો બાદ માં પણ સરકાર યોગ્ય નિર્ણય ના કરે તો બિલ્ડર વતી સોમવારે 182 ધારાસભ્યો અને તમામ સાંસદોને બિલ્ડરો તરફથી આવેદન પત્ર પણ અપાશે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રોપર્ટી ખરીદનાર, જમીન માલિકો તથા ખેડૂતો પર થનાર તેની અસરો વર્તાઈ છે. જેને પગલે નેશનલ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ ટીમે ચર્ચા વિચારણા કરી અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત પણ કરી હતી. 

બિલ્ડર ગ્રુપની માંગ છે કે સરકારમાં જંત્રી નો વધારો તત્કાલ અમલ કરવાને બદલે 90 દિવસ પછી કરે અને જંત્રીમાં 100% વધારો કરવાને બદલે વધુમાં વધુ 50% વધારો કરવા અને વિશેષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવી અમલ લાવવા પણ રજૂઆત કરી હતી.

(12:45 am IST)