Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોઈ મોટા માણસની હત્યા કરવાનો કામ સોંપાયું હતું

કાલુપુર રેવડી બજારમાં આગનો મામલે નવો ખુલાસો : આઈએસઆઈના હેન્ડલરે રેવડી બજારની આગનો વીડિયો જોઈને લખ્યું હતુ કે મઝા નહીં આયા ઔર કુછ બડા કરો

અમદાવાદ,તા.૮ : અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં ૨૦ માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગ લાગી હતી. જેમાં આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આગચંપી બાદ ભુપેન્દ્રસિંહ નામના વ્યક્તિને હવાલાના માધ્યમથી દુબઇમાંથી રૂપિયા પણ ચૂકવવામાં આવ્યાં હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓએ પીપીઇ કિટ પહેરીને આગ રેવડી બજારમાં આગ લગાવી હતી. જેનાથી તેમની ઓળખ ઉભી ન થાય. બીજી બાજુ તેઓ ડરનો માહોલ ઉભો કરી શકે. આ મામલે ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનનો હેન્ડલર બાબા ખાન આરોપી ભુપેન્દ્રસિંહ સાથે એક ખાસ એપ પર ચેટ કરતો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ બાબાખાન નામનો પાકિસ્તાનનો હેન્ડલર Wickr પર ગુપ્ત વાતચીત કરતો હતો. બાબાખાન એને વોટ્સએપ પર 'દુકાન પે આજાઓ' મેસેજ આપતો હતો.

           આ મેસેજમાં ઑટો ડિલિટનો ઓપ્શન આપવામાં આવે છે. જોકે, ક્રાઇમ બ્રાન્ચે આ ઑટો ડિલિટ કરવામાં આવી તેને પણ પોલીસે ડીકોડ હતી. બાબા ખાનને ડર સતાવતો હતો કે ભુપેન્દ્ર ઝડપાઈ ગયો ત્યારે બાબાખાને તેને પૂછ્યું હતું 'ક્યા તુમને પોલીસ કો કુછ ભેજા તો નહીં. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે ભુપેન્દ્ર અને પ્રવિણે આગ લગાવ્યા બાદ રેવડી બજારની આગનો વીડિયો પાકિસ્તાન બેસેલા તેમના આકાઓને આ વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો મોકલ્યા બાદ બાબા ખાને કહ્યું હતું 'મજા નહીં આયા કુછ ઓર બડા કરો' આમ મોટા આતંકી હુમલાને અંજામ આપતા પહેલાં પાકિસ્તાનના આ આકાઓ આ પ્રકારની ઘટનાઓથી ટેસ્ટીંગ કરવા માગતા હતા. અમદાવાદ ટેરર મોડ્યુલના પર્દાફાશનમાં પોલીસને હાથ લાગેલી ગુપ્ત ચેટમાંથી એ પણ જાણવા મળ્યું છે કે બાબા ખાન નામના હેન્ડલરે ભુપેન્દ્રને કોઈ મોટા માથાની હત્યા કરવાનું ટાસ્ક આપ્યું હતું. આ હત્યા કરવા માટે હથિયાર ખરીદવા માટે તેને ૨૫,૦૦૦ રૂપિયા ડિજિટલ પેમેન્ટ થ્રુ આપવામાં આવ્યા હતા.

(9:01 pm IST)