Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સિવિલ હોસ્પિટલમાં કોવિડ સિવાયની તમામ OPD બંધ : છે : ઇમરજન્સીમાં હોય તો જ સુરત આવવા તંત્રની અપીલ

દક્ષિણ ગુજરાતના લોકોને સુરત ઇમરજન્સીમાં જ આવવા તંત્રની અપીલ

સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.ફક્ત ઇમરજન્સી હોય તેવા દર્દીઓની જ તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે છે. રાજ્ય સરકારે પણ સિવિલમાં કોવિડ સિવાયની તમામ ઓપીડી બંધ કરવાનો મેસેજ સતાધીશોને મોકલી આપ્યો છે. જો તમારા સંબંધી, મિત્રો કે પડોશીઓ અજાણ હોય તો તેમને આ માહિતી પહોંચાડવા અપીલ કરાઈ છે

(11:25 am IST)