Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં કોરોના બેકાબૂ બનતા ત્રણ વૈજ્ઞાનિકોની ટીમ પહોંચી : કંટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનો ચિતાર મેળવશે

કેન્દ્રીય ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના ત્રણ વૈજ્ઞાનિકો સુરતમાં પહોંચ્યા

સુરતમાં બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના ત્રણ વૈજ્ઞાનિકો સુરત પહોંચી છે, આ ટીમે ગઈકાલે પાલિકા ખાતે બેઠક કર્યા બાદ આજે આ ટીમ કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત કરશે અને સુરતમાં કોરોનાની સ્થિતિનો વિસ્તાર પૂર્વક ચિતાર મેળવશે.   

  સુરતમાં કોરોના જીવલેણ બનતા ગુરૃવારે સિટીમાં વધુ 14 વ્યકિતના મોત થયા છે.આ સાથે સિટીમાં અજગરી ભરડામાં નવા 723 અને જીલ્લામાં 237 મળી કોરોનાનાં નવા 960 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 598 અને ગ્રામ્યમાંથી 79 મળી કુલ 677 દર્દીને રજા અપાઇ હતી. ગ્રામ્યમા પ્રથમવાર કોરોનાઆંક બેવડી સદીને વટાવી ગયો છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત આજે નોંધાયેલા 14 મોતમાં અમરોલીના 52 વર્ષીય વૃદ્ધા, ઉધનાના 55 વર્ષીય પ્રોઢ, લિંબાયતના 65 વર્ષીય વૃદ્ધા, બમરોલીના 79 વર્ષીય વૃદ્ધા, પાંડેસરાના 65 વર્ષીય વૃદ્ધા, વેસુના 45 વર્ષીય આધેડ, મોટા વરાછાની 61 વર્ષની વૃદ્ધા, ઝાંપાબજારના 70 વર્ષીય વૃદ્ધ,અડાજણનો 38 વર્ષીય યુવાન, કતારગામની 47 વર્ષીય મહિલા, પુણાગામના 57 વર્ષીય પ્રોઢ, ઉત્રાણગામના 50 વર્ષીય આધેડ,ઉધનાના 57 વર્ષીય પ્રોઢ અને અડાજણના 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. સિટીમાં નવા 723 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 119, રાંદેરમાં 111 અને કતારગામમાં 86 કેસ છે. સિટીમાં કુલ કેસ 54,837 અને મૃત્યુઆંક 944 થયો છે. ગ્રામ્યમાં કુલ કેસ 16,406 મૃત્યુઆંક 290 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 71,243 અને મૃત્યુઆંક 1234 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 51,259 અને ગ્રામ્યમાં 14,437 મળીને કુલ આંક 65,696 થયો છે

(11:59 am IST)