Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં સ્મશાનોમાં મૃતદેહોને અગ્નિદાહ આપવામાં વેઇટિંગ :શિક્ષકોને મૃતદેહ ગણતરી કરવાની કામગીરી સોંપતા કચવાટ

પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને નવી જવાબદારી સોંપાઈ

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે. સુરતમાં કોરોનાના નવા 960 દર્દી નોંધાયા છે. શહેરમાં કોરોના અને એ સિવાય પણ થતા મોતોને લીધે સ્મશાનોમાં મૃતદેહોને અગ્નિદાહ આપવામાં વેઇટિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાનમાં કર્યા છે જ્યાં 24 કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશેશિક્ષકોને આવી કામગીરી સોંપતા ભારે કચવાટ ફેલાયો છે

(12:30 pm IST)