Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરત શહેર અને જિલ્લામાં ૯૬૦, વલસાડ જિલ્લામાં ૨૦, નવસારી જિલ્લામાં ૧૯ અને ડાંગ પંથકમાં ૧૮ નવા પોઝિટિવ કેસ

સંઘ પ્રદેશના દાદરા નગર હવેલીમાં ૧૮ અને દમણમાં વધુ ૧૨ કોરોના પોઝિટિવ વહીવટી તંત્રના અથાગ પ્રયત્નો વચ્ચે કોરોનાના કહેર સામે તંત્ર વામણું

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી) સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે વહીવટી તંત્રના અથાગ પ્રયત્નો વચ્ચે પણ કેસો ની સંખ્યા સતત વધી રહી છે હોસ્પિટલો ઉભરાય રહી છે જાણે કોરોના ના કહેર સામે વહીવટી તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે

કોરોના ના કહેરે દેશ ભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત પણ એમની ઝપેટ માં જ છે ગત તારીખ ૧૯ મી માર્ચ ૨૦૨૦ ના રોજ કોરોનાએ  ગુજરાત માં એન્ટ્રી મારી હતી ત્યાર થી લઇ આજ સુધી કોરોનાનો કહેર સતત જોવા મળી રહ્યો છે.

જેમાં પણ દક્ષિણ ગુજરાત પંથક માં કોરોના બેફામ બન્યો છે વલસાડ,નવસારી ,ડાંગ અને સુરત પંથક માં હાહાકાર મચાવ્યો છે સુરત શહેર અને જિલ્લા માં તો એક બાજુ હોસ્પિટલો ઉભરાઈ રહી છે તો બીજી બાજુ સ્મશાનગૃહો માં લાશો ના ઢગલાને પગલે ટોકન પ્રથા શરુ થઇ છે એટલુંજ નહિ લાંબા વેઇટિંગ પિરિયડ ને પગલે લોકો અંતિમ સંસ્કાર માટે આસપાસ ના ગામડા ના સ્મશાનગૃહોમાં જઈ રહ્યા છે સુરત શહેર અને જિલ્લામાં મળી ૯૬૦ નવા કેસો ની સામે સત્તાવાર ૧૪ના મોત  થયા છે

સુરત કલેકટર ડો.ધવલ પટેલે શહેર ની વિકટ સ્તિથીમાં લોકોને બિનજરૂરી બહારનો નીકળવા સૂચન કર્યું છે કેન્દ્રની ટીમે પણ સુરતમાં ધામા  નાખ્યા છે આવી જ સ્તિથી નવસારી તેમજ વલસાડ જિલ્લા ની છે અહીં પણ કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો દર્દીઓ થી ચિક્કાર જણાય છે જંગલ વિસ્તાર સમા  ડાંગ જિલ્લામાં પણ ચિંતાજનક સ્તિથી ઉભી થઇ છે અહીં છેલ્લા ૨૪ કલાક માં ૧૮ નવા પોઝિટિવ કેસ આવ્યા છે

   આ ઉપરાંત નવસારી જિલ્લા માં પણ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે અહીં વધુ ૧૯ નવા પોઝિટિવ કેસ વચ્ચે પણ વહીવટી તંત્ર સબ સલામત હોવાનું ગાણું ગાય  છે જયારે વલસાડ જિલ્લા માં પણ સતત કેસો વધી રહ્યા છે અહીં છેલ્લા ૨૪ કલાક માં ૨૦ કેસો નવા આવ્યા છે વલસાડ જિલ્લા કલેકટર શ્રી રાવલ કોરોના સંક્રમણને રોકવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ગઈ કાલે કલેકટર શ્રી એ અધિકારીઓ સાથે એક બેઠક યોજી તા.૩૦ મી એપ્રિલ સુધી કલામ ૧૪૪ હેઠળ કેટલાક નિયંત્રણો મુખ્ય છે એટલું જ નહિ જિલ્લામાં રવિવારે બજારો હોટલો લારી ગલ્લાઓ સહીતનો રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવા આદેશ આપ્યો છે એટલુંજ નહિ હોમ આઇસોલેશન માં રહેલો વ્યકિત ઘર માં નહિ જણાય તો તેની સામે પણ ફોજદારી કાર્યવાહી કરશે

વાપી વસાહતી વલસાડ જિલ્લામાં કોરોનાના વધતા કેસોને જોતા આગામી દિવસોમાં સૌથી ભારે ચિંતાજનક બનવાની સંભાવના જણાય રહી છે.

(12:46 pm IST)