Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતના તમામ ઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ખાણી પીણીની લારી બંધ કરાવાઈ

કોરોના સંક્રમણ વધતા મનપાએ ભીડ ભાડ રોકવા હવે કડક વલણ અપનાવ્યું

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. બીજી તરફ લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ સુરતમાં હજુ પણ ભીડ ભાડ થતી જોવા મળી રહી છે. ત્યારે મનપાએ ભીડ ભાડ રોકવા હવે કડક વલણ અપનાવ્યું છે. મનપાએ અધિકારીઓની વિવિધ ટીમો બનાવી છે. અને વિવિધ ટીમો થકી સુરતના તમામ ઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ખાણી પીણી ની લારી બંધ કરાવી હતી. આ ઉપરાંત પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ હેટેલ અને નાસ્તાની લારીઓ પણ બંધ કરાવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે તેમ છતાં સુરતમાં હજુ પણ ભીડભાડ અને નિયમનો ધજીયા ઉડી રહી છે. ત્યારે સંક્રમણ વધે નહિ અને લોકો તકેદારી રાખે તે માટે મનપા દ્વારા હવે કડક વલણ પણ અપનાવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં વધતો નોધાઇ રહ્યો છે. ગત રોજ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાજ્યમાં 4021 જેટલા રેકોર બ્રેક કેસ નોધાયા છે. જયારે રાજ્યમાં મૃત્યુ આંક પણ સાત વધી રહ્યો છે. ગત રોજ રાજ્યમાં 35 લોકોના કોરોના કારણે મોત થયા છે.

(2:00 pm IST)