Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રેણુકા પટેલને સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધી

મુંબઇમા ૧૬૦ કરોડની લુટના પ્લાનિંગ માટે સુરતમા ધાડની ટીપ્સ આપનાર માસ્ટર માઇન્ડ યુવતી અંતે સકંજામાં : પીઆઇ અંકિત સોમૈયા ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અભૂતપૂર્વ સફળતા મેળવી,પોલીસ કમિશનર અને એડી.પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ટીમ દ્વારા પીઠ થાબડવામા આવી

રાજકોટ, તા.૯ :    મુંબઇમાં ૧૬૦ કરોડની લૂટના પ્લાનિંગને અંજામ આપવા સુરતના ડુમ્મસ વિસ્તારમાં ચોક્કસ બાતમી અને રેકી આધારે નિવૃત્ત ઇજનેરને ત્યાં ધાડ અને હત્યાના ચકચારી મામલામાં પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આખી ટીપ આપનાર મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ આધારે ઝડપી લેવામાં સફળતા મળી છે.              

 ઉકત બાબતે ડુમ્મસ પીઆઇ અંકિત સોમૈયા દ્વારા અકિલા  સાથેની વાતચીતમાં જણાવેલ કે પોલીસ કમિશનર દ્વારા ભેદ તુરંત ઉકેલાઈ જાય તે માટે અમારી સાથે ક્રાઇમ, એસ.ઓ.જી. પીસીબી સહિત આખું ટીમ વર્ક દ્વારા તપાસ ફૂલ સ્પીડે ચલાવવામાં આવતા આરોપીઓ ઝડપી લેવામાં સફળતા મલી હતી.  આરોપીઓની પૂછપરછમાં સમગ્ર લૂટ ધાડની ટીપ્સ  આપનાર માસ્ટર માઇન્ડ સમી મુંબઈની થાણેમાં રહેતી રેણુકા હોવાની હકીકત ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવેલ. પોલીસ કમિશનર શ્રી તથા એડી.પોલીસ કમિશનરશ્રી, ડીસીપીશ્રી ઝોન ,૪ અને એસીપી એચ ડિવિઝન સાથે ચર્ચા કરી સ્થાનિક પોલીસની મદદ મળી રહે તેવું ફૂલ પ્રૂફ આયોજન કરી રેણુકાબેનનેને પીઆઇ અંકિત સોમૈયા, સર્વેલન્સ પીએસઆઇ એન.પી. મંડલી તથા સ્ટાફે ઝડપી લીધેલ. ભૂતકાળમાં સાયબર ક્રાઈમનો અનુભવ પણ પીઆઇ અંકિત સોમૈયાં દ્વારા કામે લગાડતા રેણુકાબેન પટેલને શોધવામાં સફળતા સાંપડી હતી.આવી અભૂતપૂર્વ કામગીરી બદલ પોલીસ કમિશનર તથા એડી.પોલીસ  કમિશનર એચ. આર.મૂલીયાણા દ્વારા  પીઠ થાબડવામા આવેલ.

(3:03 pm IST)