Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વાહ કેવું સારૂ ? !

''ટાટા ડીજીટલ હેલ્થ''ના માધ્યમથી નિષ્ણાંત ડોકટર્સ દ્વારા ઓનલાઇન સારવાર મળે છે

કોરોનાના સમયમાં લોકો-દર્દીઓ માટે આશીર્વાદરૂપ ફેસેલિટીઃ વ્યાજબી કન્સલ્ટીંગ ચાર્જઃ પ્રથમ કન્સલ્ટીંગ ફ્રી ઓફ ચાર્જ : મોબાઇલ લેપટોપ, ટેબલેટ વિગેરે દ્વારા સેકન્ડોમાં ડોકટર્સ સાથે પરામર્શ કરી શકાય છેઃ વિડીયો કોલિંગ પણ કરી શકાય છે

રાજકોટ તા. ૯ :.. વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ-૧૯) એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દરરોજ હજજારો લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે, ઘણાં લોકો તો મૃત્યુને પણ ભેંટી રહ્યા છે. કોરોનાથી બચાવ માટે અને તંદુરસ્ત  જીવન જીવવા માટે હાલના મહામારીના સમયમાં સરકારશ્રી દ્વારા તથા મેડીકલ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શકય હોય ત્યાં સુધી લોકોને ઘરે રહેવાની જ અપીલ કરવામાં આવે છે.

સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ ઉમરના લોકોને નાની-મોટી બિમારીઓ તો આવતી જ હોય છે, જેમ કે તાવ, કફ, ઉધરસ, શરદી, ગળામાં સોજો, વોમિટીંગ, ડાયેરીયા, સ્ટમક ઇન્ફેકશન વિગેરે ઘણી વખત આવી નાની - નાની બિમારીઓમાંથી મોટી બિમારીઓ આવી જતી હોય છે. હાલના સમયમાં તો આવી નાની-નાની બિમારીઓને કોરોનાના લક્ષણો પણ માની લેવાતા હોય છે.લોકોને સામાન્ય બિમારીઓ સબબ ઘરની બહાર નિકળવું ન પડે અને ઘર બેઠા જ નિષ્ણાંત ડોકટર્સ દ્વારા ઓનલાઇન સારવાર મળી રહે તે માટે 'ટાટા ડીજીટલ હેલ્થ' નામની એપ હાલના કોરોનાના સમયમાં લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. લોકો - દર્દીઓ ઘરે બેઠા-બેઠા જ પોતાના મોબાઇલ, લેપટોપ, કે પછી ટેબલેટ જેવા ઇલેકટ્રોનિક ગેઝેટસ દ્વારા ડોકટર્સ સાથે પરામર્શ કરીને સારવાર મેળવી શકે છે.

સામાન્ય બિમારીની સારવાર માટે ૧૦૦ રૂપિયા જેટલી વ્યાજબી કહી શકાય  તેટલી કન્સલ્ટીંગ ફી હોવાનું જાણવા મળે છે. પ્રથમ કન્સલ્ટીંગ તો ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે. કન્સલ્ટેશનના અંતે એવું પણ કહેવામાં આવે છે કે 'જો તમે અમારી સેવાથી સંતુષ્ટ થયા હોય તો કન્સલ્ટેશન ચાર્જ ચુકવો. '

https://www. tataheaLth.com./online doctor-conrsultalion/general-physician નામની લીંક ઉપર કલીક કરવાથી થોડી જ સેકન્ડોમાં ડોકટર્સ ઓનલાઇન જોડાઇ જાય છે અને એક પછી એક પ્રશ્નો મોબાઇલ, લેપટોપ કે પછી ટેબલેટ ઉપર આવવા માંડે છે. બિમારી વિશે એક પછી એક જવાબો આપવાથી અંતે ડોકટર્સ દ્વારા ઓનલાઇન દવાઓ પણ લખી આપવામાં આવે છે. જરૂર  પડે તો ડોકટર્સ સાથે વિડીયો કોલીંગથી પણ વાત કરી શકાય છે. ગુગલ ઉપર 'TATA DIGITAL HEALTH APP' તરીકે પણ સર્ચ કરી શકાય છે.

આ એપ ઉપર જનરલ ફીઝીશ્યન અને જનરલ મેડીસીન ઉપરાંત કન્સલ્ટન્સ ફીઝીશ્યન, ગાયનેકોલોજી, પેડીયાટ્રીકસ, ડર્મેટોલોજી, ઇ. એન. ટી., ન્યુટ્રીશન કાઉન્સેલિંગ, ઓર્થોપેડીકસ, મેન્ટલ વેલનેસ વિગેરેને લગતા નિષ્ણાંતોને પણ ઓનલાઇન કોન્ટેકટ કરી શકાય છે. દરેક બ્રાન્ચનો કન્સલ્ટેશન ચાર્જ પણ એપમાં બતાવવામાં આવ્યો હોય છે.ડોકટર્સની એપોઇન્ટમેન્ટ બુક કરાવવી, દવાઓ ખરીદવી, લેબોરેટરી ટેસ્ટ માટેનું બુકીંગ વિગેરે પણ આ એપ દ્વારા ઓનલાઇન થઇ શકે છે. આમ માહિતી અને ટેકનોલોજીના જમાનામાં તથા ખાસ કરીને હાલની કોરોના મહામારીમાં 'ટાટા ડીજીટલ હેલ્થ' લોકોપયોગી ફેસેલિટી આપી રહ્યું છે તેમ કહેવું જરા પણ ખોટું નથી. વધુ વિગતો માટે મો. નં. ૭૪૦૬૯ ર૮૧ર૩ ઉપર પણ સંપર્ક કરી શકાય છે. દરેકની તાસીર અને હેલ્થ કંડીશન મુજબ અલગ-અલગ સારવાર હોઇ શકે છે.

ઓનલાઇન મેડીકલ ટ્રીટમેન્ટ મેળવવા માટે વન બાયવન સ્ટેપ અનુસરો

 સૌપ્રથમ https://www.tatahealth.com /online doctor-consultation/general-physician  નામની લીંક ઉપર કલીક કરવું.

 સાઇટ ખૂલે કે તુરત જ 'ચેટ વિથ ડોકટર' ઓપ્શન ઉપર કલીક કરવું

 ત્યારબાદ મોબાઇલ નંબર એન્ટર કરવો.

 આપેલ મોબાઇલ નંબર ઉપર એક OTP (વનટાઇમ પાસવર્ડ) આવશે

 આવેલ OTP એન્ટર કરવો

 ડોકટરને કન્સલ્ટ કર્યા પહેલા દર્દીનું નામ, ઉમર, જેન્ડર તથા માન્ય ઇ-મેઇલ આઇ.ડી.આપવા જણાવાય છે.

 આ પછી તુરત જ ડોકટર સાથે ચેટ કરી શકાય છે.

 ડોકટર્સ દ્વારા દર્દીને બિમારીના લક્ષણો પૂછવામાં આવે છે.

 લક્ષણોને અનુરૂપ ડોકટર્સ દ્વારા વિવિધ સવાલો પૂછવામાં આવે છે .લાઇફટાઇમ ડીઝીસ જેવા કે ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બ્લડ પ્રેસર વિગેરે વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે.

 છેલ્લે જરૂર પડે તો વિડીયો કોલ પણ કરી શકાય છે અને જરૂરીયાત મુજબ દવાઓ લખી આપવામાં આવે છે.

https:// www.tatahealth.com /online doctor-consultation/general-physician લીંક ઉપર કલીક કરો

(3:04 pm IST)