Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ઠાસરા પોલીસે બાતમીના આધારે મુવાડા જવાના રોડ નજીક વોચ ગોઠવી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા

ઠાસરા: પોલીસને મળેલ માહિતીના આધારે ઠાસરા પીપલવાડા નાકા પાસે જસુના મુવાડા તરફ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. દરમ્યાન ઇકો કાર નં.જીજે-૦૬, એચ.એલ-૦૯૬૭ આવી પહોંચતા તેને ઊભી રખાવી હતી. જેના ચાલક અને સાથેના વ્યક્તિનું નામ પૂછતા સુભાષકુમાર રમણભાઇ સોલંકી (રહે. જીભઇના મુવાડા તા.ઠાસરા) તેમજ રાકેશકુમાર અમરસિહ રાઠોડ, (રહે. જશુના મુવાડા તા.ઠાસરા)નાઓ હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે તપાસ કરતાં ગાડીના પાછળના ભાગે મૂકેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૨૩૯ નંગ પ્લાસ્ટિકના ક્વોટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.૨૩,૯૦૦ થવા જાય છે. પોલીસે ઇકો ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧,૨૪,૪૦૦ ના મુદ્દામાલ જપ્ત કરીને બન્ને શખ્સો વિરૂદ્ઘ કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

(5:14 pm IST)