Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ચૂંટણી પંચ અને સરકાર અમારી વાત સાંભળતી નથી : ગાંધીનગરની ચૂંટણીઓ પ્લીઝ બંધ રખાવોઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસશ્રીને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે તાકીદનો વિનંતી પત્ર પાઠવ્યો

કોરોનાની ગંભીર સ્થિતિને નજર સમક્ષ રાખી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ મોકૂફ રાખવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડાએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી આ બાબતે હાઇકોર્ટ વચ્ચે પડીને ચૂંટણી મોકૂફ રખાવે તેવી વિનંતી છે. અમિતભાઈએ આ પત્રમાં લખ્યું છે કે અમે ચૂંટણી પંચ અને સરકારશ્રી સુધી આ બાબતે રજૂઆત કરી છે પરંતુ કોઇ અકળ કારણોસર અમારી વિનંતી અને રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. માટે આપ નામદાર અદાલત આ બાબતે વચ્ચે પડીને હાલની ગંભીર પરિસ્થિતિમાં ગાંધીનગરની ચૂંટણીઓ મુલતવી રખાવે તેવી અમારી વિનંતી છે. અન્ય રાજકીય પક્ષોએ માગણી કરી છે.

(6:28 pm IST)