Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોર કમિટીની બેઠક સંપન્ન : રેમડેસિવીર ઇન્જેકશનની સમીક્ષા મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાઇ : રાજયમાં વધુ ર૪૬૮૭ રેમડેસિવીર ઇન્જેકશન ઉપલબ્ધ થયા : રેમડેસિવીર ૯ દિવસમાં ૧,૭૦,૭૩૮ ઉપલબ્ધ કરાયા

નવી દિલ્હી : કોર કમિટીની બેઠક સંપન્ન થઇ. રેમડેસિવીર ઇન્જેકશનની સમીક્ષા  મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં કરાઇ હતી. રાજયમાં વધુ ર૪૬૮૭ રેમડેસિવીર ઇન્જેકશન ઉપલબ્ધ થયા છે.  ચાલુ મહિનાના ૯ દિવસમાં રેમડેસિવીર  ઇન્જેકશન ઉપલબધ થયા હતા. વધુ વિગતો જાઇએ તો

રાજ્ય માં રેમડેસિવીર ઇન્જેક્શન્સની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે. આજે વધુ 24,687 ઇન્જેક્શન્સ ગુજરાતમાં ટ્રેડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સની પ્રતિદિન સમીક્ષા કરવામાં આવે છે અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ વધુમાં વધુ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રેમડેસિવીર ઇન્જેક્શન્સનો વપરાશ ખૂબ જ વધ્યો છે. ગયા મહિને સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીર ઇન્જેક્શન્સની જરૂર પડી હતી. એપ્રિલ મહિનામાં ઇન્જેક્શન્સની વધુ જરુરીયાત ઉભી થઈ ત્યારે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને રેમડેસિવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા છે.

        અત્યારે એપ્રિલ મહિનાના આ નવ દિવસોમાં જ 1,70,738 રેમડેસિવીર ઇન્જેક્શન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ કરાયા છે. રાજય સરકારના પ્રયત્નોથી રેમડેસિવીરનો ખૂબ મોટો જથ્થો ગુજરાતને મળી રહ્યો છે.  રાજ્ય સરકારે 3 લાખ ઇન્જેક્શન્સ ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે, અને વરિષ્ઠ અધિકારીઓના પ્રયાસોથી નિયમિત રીતે રેમડેસિવીર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન ૩ થી ૪ લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માંગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતીમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા છે. ગુજરાતની ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે.

(9:41 pm IST)