Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોવીડ-૧૯ સંક્રમણની સ્થિતિ સંદર્ભે છે એકસન પ્લાનનો ચુસ્ત અમલ કરાવવા રાજયના ડીજીપીની સુચના પછી રાત્રી કફર્યુની કડક અમલવારી માટે પોલીસની શ્રેષ્ઠ કામગીરી : એક દિવસમાં ૧૮ર૦ ગુન્હા દાખલ થયા

ગાંધીનગર : કોવીડ-૧૯ સંક્રમણની સ્થિતિ સંદર્ભે એકશન પ્લાનનો ચુસ્ત મલ કરાવવા રાજયના ડીજીપીની સુચના પછી રાત્રી કફર્યુની કડક અમલાવારી માટે પોલીસની શ્રેષ્ઠ કામગીરી જાવા મળી છે.

રાજયમાં એક જ દિવસમાં ૧૮ર૦ વિવિધ ગુન્હા દાખલ થયા છે. આ અંગેની વધુ વિગત જાઇએ તો ગુજરાતમાં કોવિડી-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારશ્રીની એસઓપીનો કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ દ્વારા સોશિયલ ડીસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા તથા માસ્કનું પહેરનાર વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગે વધુ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે.

જે સુચના બાદ આ સંભર્દે પોલીસ કાર્યવાહી વધુ સધન અને વધુ અસરકારક થયેલ છે.જેના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા. ૦૮-૦૪-ર૦ર૧ ના રોજ જાહેરનામા ભંગના તથા અન્ય ગુનાઓ મળી કુલ -૧,૮ર૦ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવ ભંગ બદલ કુલ -૧,૭૦૮ વ્યકિતઓની ધરપકડ પણ કરવામં આવેલ છે. ઉપરાંત જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ -૧ર,૬પ૭ વ્યકિતઓ પાસે દંડ વસુલ કરાયેલ છે. કફર્યુ ભંગ બદલ તથા એમ.વી. એકટ-ર૦૭ ની જાગવાઇઓના ભંગ બદલ કુલ-૯૩પ વાહનો જ કરાયેલ છે.

 

 

(9:52 pm IST)