Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં રેમડેસીવીર ઇંજેક્શનને લઈને તંત્રનો નિર્ણય: સિવિલ અને સ્મીમેરમાંથી હવે ખાનગી હોસ્પિટલોને નહિ મળે ઇંજેક્શન !

સુરત કલેકટરે કરી જાહેરાત :સિવિલ અને સ્વિમેરમા રિઝર્વ સિવાયનો જથ્થો ઉપલબ્ધ નથી : ઇંજેક્શનના બમણા ભાવ અને કાળા બજારી વધવાની શકયતા

સુરત : સુરતમાં રેમડેસીવીર ઇંજેક્શનને લઈનેતંત્રએ મોટો નિર્ણંય કર્યો છે સિવિલ હોસ્પિટલ અને સ્વિમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ જથ્થા પૈકી તેમની જરૂરિયાત મુજબનો જથ્થો રિઝર્વ રાખીને અન્ય બચત રહેતા જથ્થામાંથી સુરત જિલ્લાની ખાનગી હોસ્પિટલોને ફાળવવા વયવસ્થા કરવામાં આવેલ પરંતુ આજની સ્થિતિએ સિવિલ હોસ્પિટલ અને સ્વિમેર હોસ્પિટલમાં રિઝર્વ સિવાયનો વધારાનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાનું જણાવેલ છે, જેથી સિવિલ અને સ્વિમેર હોસ્પિટલ ખાતેથી ખાનગી હોસ્પિટલે રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવાની વ્યવસ્થા બંધ કરાઈ છે

 આ દરમિયાન ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઇન્જેક્શન મેળવવા અંગે મૂંઝવણમાં મુકાયા છે બીજીતરફ ઇંજેક્શનના બમણા ભાવ અને કાળા બજારી વધવાની શકયતા ચર્ચાઈ રહી છે

(10:42 pm IST)