Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

માનવતા નું ઉતમ ઉદાહરણ:પાટીદાર સમાજના જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચિખલીમાં ઓક્સિજનની સહાય

જેમસન ચેરીટેબલ ટ્રસ્ટના અમેરિકા સ્થિત રમેશભાઇ વસનજી પટેલ કોવિડના કપરા સમયે પોતાના વતનમાં દાનનો ધોધ વહેવડાવી રહ્યા છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પાટીદાર સમાજના જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરાના કપરા કાળમાં દક્ષિણ ગુજરાતમાં વધુ એક મોટી મદદ કરાઇ છે. વલસાડમાં સ્પેશ્યલ એમ્બ્યુલન્સ બાદ હવે તેમના દ્વારા ચિખલીની હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા માટે રૂ. બે લાખની સહાય કરી છે.

  પાટીદાર સમાજના જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અમેરિકા સ્થિત રમેશભાઇ વસનજી પટેલ કોરોનાની મહામારીમાં પોતાના વતનના લોકોની મદદ માટે સતત કાર્યરત બન્યા છે. તેઓ પોતાના સમાજ પુરતું જ નહી, પરંતુ વતનના તમામ લોકો માટે સહાયરૂપ બની રહ્યા છે. તેમણે તમામ લોકોની સેવા માટે વલસાડમાં એમ્બ્યુલન્સનું દાન કર્યા બાદ તેમણે ચિખલીની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા પુરી પાડવા માટે રૂ. 2 લાખનું દાન કર્યું છે. સરકારી હોસ્પિટલમાં દાન આપી તેમણે ગરીબો માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

 દક્ષિણ ગુજરાતના લોકો માટે જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ પટેલ ભામાશાની ભૂમિકામાં આવી ગયા છે. આ ભગીરથ કાર્યમમાં પાટીદાર સમાજ વલસાડના અગ્રણી એવા એડવોકેટ ચેતન પટેલ (રાબડા) ઉદ્દિપક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

(10:55 am IST)