Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

રાજપીપળા ગાર્ડન પાસે દાબેલીની લારી પર વધુ માણસો ભેગા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ગાર્ડન પાસે ઉભી રહેતી લારી ઉપર વધુ માણસો ભેગા કરનાર વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હર્ષિદભાઈ અજયભાઈ રાઠોડ(રહે . મોટામાછીવાડ રાજપીપલા )એ પોતાની ઓમ સાંઈ દાબેલી વડાપાઉ લારી પાસે છ જેટલા માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા પીએસઆઇ આઈ.આર. દેસાઈ કાયદેસર કાર્યવાહી કરી હતી

(10:41 pm IST)