Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

અમદાવાદમાં ભાજપ પરિવાર દ્વારા પાંચ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વસવાયાં : કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અર્પણ કરાયા

મશીન વિનામૂલ્યે ઉપયોગ કર્યા બાદ પાછા આપવાની શરતે મેળવી શકશે.

ગાંધીનગર: કોવિડ 19ની સાંપ્રત પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને સારામાં સારી સારવાર અને સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. અમદાવાદના નારણપુરા વિધાનસભા મતવિસ્તારના સાંસદ, ધારાસભ્ય અને ભાજપ પરિવાર દ્વારા પાંચ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વસાવવામાં આવ્યા છે. જેને આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અર્પણ કર્યા છે

જરૂરરત મંદ કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે, ડિપોઝિટ વિના આનો લાભ લઇ શકશે તેમ જણાવી મંત્રીએ કહ્યુ હતું કે વર્તમાન સમયમાં કોરોનાની આ કઠીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ઓક્સિજનની ખુબ જ જરૂરિયાત છે, તેથી લોકોને ઘરમાં જ ઓક્સિજનની સુવિધા મળી રહે તેથી આ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં જરુર પડે ત્યારે બીજા ઓક્સિજન મશીન યુનિટ પણ વધારવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

જરૂરિયાતમંદ વ્યક્તિને લોકસેવા પૂરી પાડવા માટે 24 કલાક દરમિયાન ગમે ત્યારે ફોન કરીને આ મશીન વિનામૂલ્યે ઉપયોગ કર્યા બાદ પાછા આપવાની શરતે મેળવી શકશે. કોઈપણ વ્યક્તિએ ઓક્સિજન મશીન મેળવવા માટે ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, દર્દી અને મશીન લેવા આવનારનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવાના રહેશે. અને તેઓએ નારણપુરા વિધાનસભા કાર્યાલય-1, ઇન્દ્રજીત સોસાયટી, કામેશ્વર સર્કલ,ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(11:31 pm IST)
  • દેશમાં એક્ટિવ કોરોના કેસમાં મોટો ઘટાડો: સજા થવાનો આંકડો વધ્યો : દેશમાં એક્ટિવ કોરોના કેસમાં આગલા દિવસના આંકડા કરતા મોટો ઘટાડો નોંધાયો છે. રિકવરી રેઈટ ૮૧.૯૦ ટકામાંથી વધીને ૮૨.૧૫ ટકા થયો છે access_time 11:34 am IST

  • ચીનનું બેકાબૂ બનેલ રોકેટ માલદીવ પાસે તૂટી પડ્યું : માલદિવ્સ પાસે ચીનનું બેકાબૂ બનેલ રોકેટ વાતાવરણમાં પ્રવેશી તૂટી પડ્યું, ભસ્મીભૂત બની ગયું હોવાનું ચીને જાહેર કર્યું access_time 11:03 am IST

  • જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: ડઝનબંધ ગ્રેનેડ ઝડપી લીધી : જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આવેલા ફાગલા ખાતેથી ભારતીય લશ્કર અને કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૧૨ જીવતા ગ્રેનેડ મળી આવ્યા છે. જેનો ત્રાસવાદીઓ દ્વારા આતંકી હુમલામાં ઉપયોગ થવાની પૂરી સંભાવના દર્શાવાય છે. access_time 3:38 pm IST