Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નર્મદા જિલ્લાનું ધો.10 નું 62.41 ટકા પરિણામ : નવદુર્ગા સ્કુલે સતત ત્રીજા વર્ષે 100 ટકા પરિણામ સાથે હેટ્રીક મારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું 62.41 ટકા પરિણામ જાહેર થયું છે, વર્ષ 2019 માં 66.56 ટકા, વર્ષ 2020 માં 61.01 ટકા પરિણામ આવ્યું હતું.
રાજપીપલાની નવદુર્ગા હાઈસ્કુલનું સતત ત્રીજા વર્ષે 100 ટકા પરિણામ આવ્યું છે.જ્યારે રાજપીપલાની જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની વિશ્વા રસિકભાઈ દુધાગરા અને ત્રિયા દારાસિંગભાઈ વસાવા 99.84 પી.આર સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યા છે,જ્યારે માહી જયેશકુમાર પટેલ 99.83 પી.આર સાથે દ્વિતીય, વેદાંત નીરવભાઈ પંચાલ 99.58 ટકા પરિણામ સાથે તૃતીય, પ્રિયા સોમાભાઈ તડવી અને રૂમાનાબાનુ મહંમદફારુક કુરેશી 99.26 પી.આર સાથે ચોથા,પ્રગતિ રામચંદ્ર જાધવ 99.04 પી.આર સાથે પાંચમો, હિતેશા આશિષભાઈ પટેલ 98.92 પી.આર સાથે છઠ્ઠો,ક્રીશિલ પિયુષભાઈ નાયક 98.86 પી.આર સાથે સમગ્ર જિલ્લામાં સાતમાં ક્રમે આવ્યા છે.

નર્મદા જિલ્લાનું ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો 7231 વિદ્યાર્થીઓ માંથી 4513 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એ 1 ગ્રેડ 16, એ 2 ગ્રેડમાં 152, બી 1 ગ્રેડમાં 537, બી 2 ગ્રેડમાં 1129, સી 1 ગ્રેડમાં 1615, સી 2 ગ્રેડમાં 998, ડી ગ્રેડમાં 66, ઈ 1 ગ્રેડમાં 1238 અને ઈ 2 ગ્રેડમાં 1480 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.નર્મદા જિલ્લામાં 0 ટકા પરિણામ ધરાવતી 2 શાળા, 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 3 શાળા, 20 ટકા પરિણામ ધરાવતી 4 શાળા, 30 ટકા ધરાવતી 4 શાળા, 40 ટકા ધરાવતી 13 શાળા, 50 ટકા ધરાવતી 13 શાળા, 50 ટકા ધરાવતી 14 શાળા, 60 ટકા ધરાવતી 18 શાળા, 70 ટકા ધરાવતી 17 શાળા, 80 ટકા ધરાવતી 19 શાળા, 90 ટકા ધરાવતી 16 શાળા, 99 ટકા ધરાવતી 6 શાળા અને 100 ટકા પરિણામ ધરાવતી 7 શાળાઓ છે.
કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો રાજપીપલા 61.31 ટકા, તિલકવાડાનું 54.60 ટકા, સાગબારાનું 67.71 ટકા, કેવડીયા કોલોનીનું 50.66 ટકા, નીવાલ્દાનું 65.04 ટકા, પ્રતાપનગરનું 77.58 ટકા, સેલંબાનું 70.36 ટકા, માંગરોલનું 75.74 ટકા, ગરુડેશ્વરનું 73.26 ટકા, જુના મોઝદાનું 50.41 ટકા, ઉમરવાનું 51.30 ટકા, ઉતાવળીનું 68.91 ટકા, વાડવાનું 62.02 ટકા, બોરિયાનું 72.14 ટકા, ટિંબાપાડાનું 42.91 ટકા પરિણામ આવ્યું છે.જોકે સતત ત્રીજા વર્ષે 100 ટકા પરિણામ સાથે હેટ્રિક મારનાર નવદુર્ગા હાઈસ્કૂલ જોવા મળી હતી.

(10:42 pm IST)