Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

દેડીયાપાડાનાં ઉમરાણ ગામમાં લોનનાં બાકી રૂપિયા બાબતે મારામારી થતા પિતા,પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તલુકના ઉમરાણ ગામમાં લોનના બાકી રૂપિયા લેવા ગયેલા શખ્સોને માર મરનાર પિતા અને પુત્ર ઉપર ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સતિષભાઇ કનુભાઇ જાતે વસાવા,ધંધો-નોકરી, (રહે.આમલી ઉપલુ ફળીયું તા.નાંદોદ જિ.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ અનુસાર તેઓ તથા અન્નપુર્ણા ફાયનાન્સ કંપનીમાં કામ કરતા સંભાજીભાઇ ભાઇદાસ મોહિતે તથા પ્રિયંકાબેન બિપીનભાઇ વસાવા સાથે ધર્મેન્દ્રભાઇ જેઠીયાભાઇ વસાવાની પત્ની ફાલ્ગુનીબેન એ અન્નપુર્ણા ફાયનાન્સ કંપની માંથી લોન લીધેલ હોય જે લોનના એક હપ્તાની ભરપાઇ ના કરેલ હોય જે લોનના હપ્તા બાબતે વાતચીત કરતા હતા તે વખતે ધર્મેન્દ્રભાઈ એ કહેલ અમારા સગા ભાઇની પત્ની સુનિતાબેન નરેન્દ્રભાઇ વસાવા ના એક મહીના થી લોન મેળવવા સારૂ કાગળો આપેલ છે. તો કેમ લોન આપતા નથી તેમ કહેતા અમોએ જણાવેલ કે તમારે કિશાન ક્રેડીક કાર્ડ માં અગાઉની લોન બાકી હોય જેથી સુનિતાબેનનાઓને લોન મળવાપાત્ર નથી તેમ કહેતા ધર્મેન્દ્રભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ અમો ત્રણેય જણાને મા-બેન સમાણી ગંદી ગાળો બોલવા લાગેલો અને તે વખતે જેઠીયાભાઇ રાવજીભાઇ વસાવા પોતાના હાથમાં પાઇપ લઇને આવી પાઇપ વડે આ કામના ફરીયાદી ને ડાબા હાથે કોણી ભાગે પાઇપનો એક સપાટો મારી દીધેલ હતો તેમજ સાહેદ સંભાજીભાઇ ભાઇદાસ મોહિતેને પણ બંન્ને પગના ઘુંટણના પાછળના ભાગે પાઇપનો એક સપાટો મારી દીધેલ અને બંન્ને પિતા,પુત્રએ અમોને જેમફાવે તેમ મા-બેન સમાણી ગાળો બોલી કહેતા હતા કે અમો આ ગામના દાદા છે બીજીવાર અમારા ગામમાં પગ મુકતા નહી બાકી તમને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:49 pm IST)