Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કેવડીયા SRP ગ્રુપમાં ફરજ બજાવતા જવાનની પત્ની ગુમ થતા પતિ એ પોલીસનું શરણ લીધું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાનાં ખાબજી ગામની પરણિત યુવતી ગૂમ થતા એસ.આર.પી માં ફરજ બજાવતા તેમના પતિએ દેડીયાપાડા પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર અરૂણભાઇ જયંતીભાઇ વસાવા( મુળ રહે.ખાબજી ઉપલુ ફળીયુ તા.દેડીયાપાડા જિ.નર્મદા હાલ રહે.કેવડીયા કોલોની (એસ.આર.પી. ગૃપ-૧૮ કેવડીયા કોલોની રાજીવવન) તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓએ કરેલી જાણ મુજબ તેમના પત્ની સારીકાબેન વા/ઓફ અરૂણભાઇ જયંતીભાઇ વસાવા( ઉ.વ.આ.૨૬)( રહે.ખાબજી તા. દેડીયાપાડા જી.નર્મદા )નાઓ ખાબજી ગામેથી કોઇને જાણ કર્યા વગર કયાંક જતી રહેલ હોય ઘણી શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન લાગતાં દેડીયાપાડા પોલીસે સારિકબેન ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળ્યા મુજબ ગુમ થયેલા સારીકાબેનના આઠેક વર્ષ પહેલાં લગ્ન થયા બાદ હાલ તેમને બે બાળકીઓ પણ હોય આ બંને બાળકીઓને પિતા સાથે મૂકી તેઓ ક્યાંક ચલ્યા જતા પોલીસે આ બાબતે તપાસ ચાલુ કરી છે.

(10:50 pm IST)