Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નાના વિરપોર ફળીયા ગામે નાનકડી બાબતે બોલાચાલી થતા માર મારનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના વિરપોર ગામે નજીવી બાબતે માર મારી ઇજા કરનાર બે શખ્સો સામે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી મુજબ ભુપેન્દ્રભાઇ દિનેશભાઇ વસાવા રહે.નાનાવિરપોર ફળીયા તા.નાંદોદ જી.નર્મદા ની ફરિયાદ અનુસાર કૌશીકભાઇ જગદીશભાઇ વસાવાનાએ મોબાઇલ ઉપર વાત કરતા કરતા જ્ણાવેલ કે કેશરવા ગામે રહેતા જયસુખભાઇ જેઠાભાઇ વસાવા નાઓને સમજાવી દેજો નહીં તો તેના ટાંટીયા ભાંગી નાખીશુ તેવુ જણાવતા ફરી.એ કારણ પુંછતા તેને ગાળૉ બોલી મોઢાના ભાગે એક મુક્કો મારી દીધેલ ત્યારબાદ ફોન કરીને ભુપેન્દ્રભાઇ ચતુરભાઇ વસાવાનાને બોલાવી બંને એ ગળદાપાટુનો માર મારી હાથમાંની લાકડી ફરી. ના જમણા હાથના કોણીના ભાગે તથા જમણા હાથની આંગળીઓના ભાગે મારી ઇજા કરી ગુનો કરવામાં  એક બીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી આમલેથા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(10:51 pm IST)