Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખરીફ ૨૦૨૨-૨૩ લઘુતમ ટેકાના ભાવનો વધારો જાહેર કરવાના નિરણયને આવકારતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ.

ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ મંજુર કરવા માટે વડાપ્રધાન દ્વારા લઘુતમ ટેકાના ભાવો મંજુર કરવા બદલ રાજયના ખેડૂતો વતી કૃષિ મંત્રીએ વાડાપ્રાધાન તથા ભારત સરકારનો આભાર વ્યકત કર્યો

અમદાવાદ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ છે, કે ગુજરાત ના ખેડુતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા જેના ભાગ રૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજૈ વર્ષ ૨૦૨૨-૨૩ ના ખરીફ પાક ના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલા સમયસર જાહેર  કરવામાં આવ્યા છે.
રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે.
મંત્રીએ ઉમેર્યુ કે,ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકા થી  85 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાક માં ગત વર્ષ કરતા  પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.
મંત્રી શ્રી એ ઉમેર્યુ કે,રાજ્યના મુખ્ય પાક મગફળી માં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ  રૂપિયા ૫૮૫૦ , તુવેર પાકમાં રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૬૬૦૦, મગ પાકમાં રૂપિયા ૪૮૦ નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાક માં રૂપિયા ૫૨૩ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૭૮૩૦, અડદ પાક મા રૂપિયા ૩૦૦ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૬૬૦૦,  કપાસ પાકમાં રૂપિયા ૩૫૫ નો વધારો કરી રૂપિયા ૬૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે.

(10:52 pm IST)