Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમના પગલે મુખ્ય સચિવ પંકજ કુમારે સ્થળ મુલાકાત લીધી

અગ્ર સચિવ સોનલ મિશ્રા અને કલેકટર અતુલ ગોરે આયોજનની માહિતી આપી

પીએમ મોદીના વડોદરા શહેરમાં 18 જૂનના રોજ યોજાનારા સૂચિત કાર્યક્રમના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેની સમીક્ષા માટે સાંજે મુખ્ય સચિવ પંકજ કુમારે  સ્થળ મુલાકાત લીધી હતી. જ્યાં અગ્ર સચિવ સોનલ મિશ્રા અને કલેકટર અતુલ ગોરે આયોજનની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ નારી શક્તિ સંમેલન યોજવાનું છે. જેમાં મધ્ય ગુજરાતીની નારી શક્તિ સહભાગી બનવાની છે. ખાસ કરીને સરકારની વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી નારીઓ સાથે સંવાદનું પણ આયોજન છે.

સૂચિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન ઉક્ત દિવસે સર્વ પ્રથમ ગુજરાતની પૂર્વ પટ્ટીની રક્ષક દેવી એવી મહાકાળી માતાજીના દર્શન કરી વડોદરા આવશે અને એરપોર્ટ થી રોડ શો કરી જનશક્તિનું અભિવાદન જીલશે. મુખ્ય સચિવ પંકજ કુમારે સભાસ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી તૈયારીઓ નિહાળી હતી. તે બાદ અધિકારીઓ સાથે બેઠક કરી આવશ્યક સૂચનો કર્યા હતા.આ વેળાએ પોલીસ કમિશનર શમશેર સિંઘ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદી 18 જૂને વડોદરાની મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે…એરપોર્ટ ખાતે સાંસદ, મેયર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તૈયારીમાં કોઇ ખામી ન રહી જાય તે માટે સાંસદ, મેયર સહિતના અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું. અને તૈયારીઓને આખરી ઓપ આપવા સૂચન કર્યું હતું…એટલું જ નહીં પીએમ મોદીની મુલાકાતને લઇ રોડ શૉના રૂટ પર શણગાર અને કારપેટિંગ કરી દબાણ દૂર કરાશે.. સાથે સાથે રોડ શૉના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે.

વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે..આ કાર્યક્રમમાં 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે.વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે..ત્યારબાદ પીએમ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો બાદ સભાના આયોજનને લઈ શહેરીજનોને મોહલ્લા સજાવવા, રંગોળી, ઝંડા લગાવવા અને વાજતે ગાજતે પીએમનું સ્વાગત કરશે

(10:57 pm IST)