Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

PSI સીધી ભરતી પ્રક્રિયામાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

પ્રિલીમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ઠેરવીને સરકારના નિર્ણયને બહાલી આપી

અમદાવાદ :  PSI સીધી ભરતી પ્રક્રિયાને લઇને ગુજરાત હાઇકોર્ટેમાં થયેલી અરજી જેમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ કરાઇ હતી આ પિટિશનને હાઇકોર્ટે ફગાવી દીધી છે. પ્રિલીમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ઠેરવીને સરકારના નિર્ણયને બહાલી આપી છે.

કોર્ટે માન્યું કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. આનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટવાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય.

   PSI સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો 6ઠ્ઠી જૂને પુર્ણ થઈ ગઇ હતી. સરકારે દાવો કર્યો હતો કે તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામા આવી છે.

(12:38 am IST)