Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

દેશનાં ૧૪ સ્‍થળે ૪૪૦૦૦ કિલો ડ્રગ્‍સનો નાશ

૨૯૮૮.૨૧ કિલો હેરોઇન મુંદ્રા ખાતેથી પકડાયેલ જથ્‍થા સહિત : કચ્‍છ અને અંકલેશ્વર સહિતના સ્‍થળે જથ્‍થો સળગાવી દેવાયો

નવી દિલ્‍હી,તા. ૯ : સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્‍ટ ટેક્‍સ એન્‍ડ કસ્‍ટમ્‍સ (CBIC) એ ગઇ કાલે જપ્ત કરાયેલ ૪૪,૦૦૦ કિલો ડ્રગ્‍સનો નાશ કર્યો હતો.

માદક દ્રવ્‍યો એવા કેસોનો એક ભાગ છે જેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને અદાલતોએ આ પદાર્થોનો નાશ કરવાનો આદેશ આપ્‍યો છે.

ગુજરાતમાં કચ્‍છ અને અંકલેશ્વર સહિત ભારતમાં ૧૪ સ્‍થળોએ ડ્રગ્‍સ સળગાવવામાં આવ્‍યું હતું

જે ડ્રગ્‍સનો નાશ કરવામાં આવ્‍યો હતો તેમાં ૨,૯૮૮.૨૧ કિલો હેરોઈનનો સમાવેશ થાય છે જે સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં DRI દ્વારા કચ્‍છના મુંદ્રા બંદરેથી જપ્ત કરવામાં આવ્‍યો હતો. નાશ કરાયેલા ડ્રગ્‍સનો સૌથી મોટો હિસ્‍સો આ કન્‍સાઈનમેન્‍ટનો હતો.

મુન્‍દ્રામાંથી ઝડપાયેલો, જે ટેલ્‍કમાં છુપાયેલો હતો, તે ભારતમાં પકડાયેલો હેરોઈનનો સૌથી મોટો માલ છે. બાદમાં, અમદાવાદની સ્‍પેશિયલ NIA કોર્ટે મુન્‍દ્રા પોર્ટ પર જપ્ત કરાયેલા ૨,૯૮૮.૨૧ કિલો હેરોઈનનો નાશ કરવા DRIનો આદેશ જારી કર્યો હતો.

કેન્‍દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મુન્‍દ્રા ખાતેની એક સહિત ૧૪ માંથી ૬ સાઇટ પર વર્ચ્‍યુઅલ રીતે આ ઘટનાના સાક્ષી બન્‍યા હતા.

ગઇ કાલે નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, ‘અફીણની ખેતીના ક્ષેત્ર સાથે ભારતની ભૌગોલિક નિકટતાએ ભારતને આ ક્ષેત્રમાં ઉત્‍પાદિત અફીણ માટે ગંતવ્‍ય અને પરિવહન માર્ગ બંને બનાવ્‍યું છે. 

(10:54 am IST)