Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

હરિનવમીના પુનિત પર્વે મેમનગર ગુરુકુલમાં ત્રિવિધ કાર્યક્રમ રાજોપચાર પૂજન, નિલકંઠ વર્ણીને પયોભિષેક અને 85 કલાકની અખંડ ધૂન

અમદાવાદ તા 9 હરિનવમીના પુનિત પર્વે અમદાવાદ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં અઆવેલ જેમાં ઠાકોરજીનું રાજોપચાર પૂજન, નિલકંઠ વર્ણીને પયોભિષેક અને એસજીવીપી ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં, તેમનો અંતિમ સંસ્કાર તેની ઇચ્છા મુજબ ગઢડા ઘેલા કાંઠે કરવામાં આવેલ. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કાંઠે મુરલી સંગમ સ્થાને કરવામાં આવ્યું હતું.

 તે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં મેમનગર ગુરુકુલ ખાતે 85 કલાકની અખંડ ધૂન રાખવામાં આવેલ છે.જેની પૂર્ણાહૂતિ તા.12 જુન સાંજ 7-30 કલાકે થશે. હરિનવમીના પર્વે મેમનગર ગુરુકુલમાં ઠાકોરજીનું રાજોપચાર પૂજન કરવામાં આવેલ.

રાજોપચાર પૂજનમાં ભગવાનનું ચારેય વેદ, શાસ્ત્ર, પુરાણોના પાઠ અને વૈદિક પુરુષ સુકતથી પૂજન અને વૈદિક વિધિ સાથે અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય, રાસ વગેરે ઉપચારોથી અને મૂર્તિ ઢગ ઠાકોરજીનું ફૂલોના પાંખડીઓથી પૂજન કરવામા આવેછે. રાજોપચાર પૂજન બાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીઓ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.

                                                                                  

 

(2:53 pm IST)