Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

શ્રી જલારામ મંદિર અન્નક્ષેત્ર વિરમગામના ૧૦માં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ધજા આરોહણ, જલારામ બાપાના ભજન સત્સંગ, સમૂહ આરતી, સમુહ ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

 

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે સંવત ૨૦૭૮ જેઠ સુદ - ૧૦ ગુરૂવાર તારીખ ૦૯/૦૬/૨૦૨૨ ના શુભ દિને શ્રી જલારામ મંદિર અન્નક્ષેત્રના ૧૦માં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જલારામ મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિરના ગર્ભગૃહના દરેક ભગવાનનો અભિષેક વિધિ, ધજા આરોહણ, જલારામ બાપાના ભજન સત્સંગ, સમૂહ આરતી, સમુહ ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી શ્રી જલારામ મંદિર ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ નિમિત્તે શ્રી જલારામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. શ્રી લોહાણા જ્ઞાતિ ટ્રસ્ટ વિરમગામ, શ્રી જલારામ સત્સંગ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વિરમગામ, શ્રી લોહાણા યુવક મંડળ વિરમગામના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૦થી વધારે વર્ષોથી વિરમગામ જલારામ મંદિર મુકામે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. છેલ્લા દસેક વર્ષથી બંને ટાઈમ ત્યાં ભોજન પ્રસાદ ભક્તોને જ્ઞાતિ જાતિ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર  કરાવવામાં આવે છે. સમગ્ર કોરોના કાળ દરમિયાન પણ એક દિવસ રસોડું બંધ રાખવામાં આવ્યું ન હતું. અતિથિઓને તે સમયમાં પણ ભોજન પીરસવામાં આવતું હતું.

(4:24 pm IST)