Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગુજરાતમાં બીટી કપાસ ની નવી ટેકનોલોજીને મંજુરી આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડની રજૂઆત

રાજ્ય કક્ષાએ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતો તથા રાજ્યનું અર્થતંત્ર વૈશ્વિક ઉત્પાદન ક્ષમતામાં ભારતનો એક આગવું સ્થાન લે તે ચોક્કસ સાબિત થાય તેમ છે

રાજકોટ તા.૯  : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે ગુજરાતમાં બીટી કપાસ ની નવી ટેકનોલોજીને મંજુરી આપવા માગણી કરી છે

     મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ તથા આપની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય કૃષિ અને બિયારણ ઉદ્યોગ માં સારી પ્રગતિ કરી છે,ખુશી ક્ષેત્રે સમગ્ર દેશમાં રાજ્યને અગ્રેસર કર્યું છે,બિયારણ કૃષિક્ષેત્રની પ્રગતિ ના પાયાનું અને ખૂબ જ અગત્યનું સાધન છે ,રાજ્યમાં ખેડૂતો ને  નવા નવા ગુણવત્તાયુક્ત અને સારું ઉત્પાદન ધરાવતા બિયારણ મળી રહે તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના કૃષિ વૈજ્ઞાનિકો સાથે સીડ્સ ઉદ્યોગ અવનવા ટેકનોલોજી મારફતે સંશોધન કરી રહ્યા છે.

દેશમાં તથા રાજ્યમાં કપાસના વાવેતરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે,કપાસ રિસર્સ સંસ્થાના અહેવાલ પ્રમાણે દુનિયાના  35 ટકા કપાસ વાવેત્તરનો વિસ્તાર આવેલ છે, ભારતમાં અત્યારે ઉત્પાદન હેક્ટર એ માત્ર 467 કિલો મળે છે. જે બ્રાઝિલમાં 1772 કિલો,ચીનમાં 1844 કિલો છે,જેથી ભારત વિશ્વમાં વાવેતર વિસ્તારમાં બહુ મોટું યોગદાન રહેલું છે પરંતુ ઉત્પાદન ક્ષમતા ઓછી થવાથી કપાસ ઉદ્યોગ વિશ્વ લેવલે બહુ ખોખલો સાબિત થઇ રહ્યો છે, જેના મુખ્ય કારણો ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેતી ખર્ચમાં દવા છટકાવ નો ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે,ટેકનોલોજીના અભાવે એકરદીઠ કપાસનું ઉત્પાદન મજૂરોની અછતને કારણે નિંદામણ માં વધુ ખર્ચો ગુલાબી ઈયળના ઉપદ્રવથી નીચી ગુણવત્તા આ બાબતો મુખ્ય રહેલી છે .

જો ઉપરોક્ત વિગતો ધ્યાને લઇ રાજ્યનો ૩૦ ટકા વિસ્તાર અને અર્થતંત્રનું મોટું યોગદાન આપતા કપાસના પાકને નીંદામણ અને ગુલાબી પરથી બચાવતી નવી ટેકનોલોજી BG!!+RRF/HT/YIP3 ને મંજૂરી આપવા રાજ્ય કક્ષાએ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતો તથા રાજ્યનું અર્થતંત્ર ઉપરોક્ત વૈશ્વિક ઉત્પાદન ક્ષમતામાં ભારતનો એક આગવું સ્થાન લે તે ચોક્કસ સાબિત થાય તેમ છે.

    હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નવી ટેકનોલોજી સાથે ના અભ્યારણો અને મંજૂરી આપેલ છે. તો  આ બાબતે તાત્કાલિક નિર્ણય લઇ નાસીપાસ થયેલા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા વિનંતી સહ લાગણી સાથે અમારી ભલામણ છે.તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું છે

(4:26 pm IST)