Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ અધ્‍યક્ષ સિવાયના તમામ હોદ્દાઓ વિખેરી ટૂંક સમયમાં નવુ માળખુ બનાવશે

ભાજપને હરાવવા નવી રણનીતિ અને નવા ચહેરાઓનો સમાવેશ કરાશે

અમદાવાદઃ આવનારી ચૂંટણીને ધ્‍યાને રાખીને આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા અને પક્ષના માળખામાં નવા ચહેરાઓને સ્‍થાન મળે તે માટે અધ્‍યક્ષ સિવાયના તમામ હોદ્દાઓ દુર કરી નવા માળખાની ટૂંકમાં જાહેરાત કરશે.

આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને લઇ મોટી જાહેરાત કારી છે. ભાજપને હરાવવા માટે નવું માળખું રચવાની જાહેરાત આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કરી છે. તેમણે કહ્યુ કે, અમે અત્યારથી જ આપનું જૂનું માળખું અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રદેશ અધ્યક્ષ સિવાય તમામ પદ સમાપ્ત કરવામાં આવ્યા છે.

આપનું માળખું સમાપ્ત થયું

આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને લઇ મોટી જાહેરાત કરી છે. ભાજપને હરાવવા માટે નવું માળખું રચવાની જાહેરાત ગોપાલ ઇટાલિયાએ કરી છે. તેમનું કહેવું છે કે આપ હાલથી જ આપનું જૂનું માળખું અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રદેશ અધ્યક્ષ સિવાય તમામ પદ સમાપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીનું જે માળખું રચવામાં આવ્યું હતું તેઓ માત્ર આમ આદમી પાર્ટીના વિચારો લોકો સુધી પહોંચાડવા માટેનું હતું, પણ હવે પછી જે નવું માળખું રચાશે તે ભાજપને હરાવવા માટેનું રહેશે. નવા માળખાની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.

ચૂંટણી આવતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ નવાજૂની કરવાની શરૂઆત કરી દીધી છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને સભાઓ ગજવી રહ્યાં છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી જીત તરફ લક્ષ્યાંક રાખીને પાર્ટીમાં મોટા બદલાવ કરી રહ્યાં છે. જેમાં શરૂઆત નવા માળખાથી કરશે.

(5:40 pm IST)