Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સુરત:કડોદરા વિસ્તારમાં કંપનીનો 40 લાખનો માલ બારોબાર વેચી દેનાર સેલ્સમેનની જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરના કડોદરા જીઆઈડીસી સ્થિત ફલોર મીલ કંપનીને આપેલા ઓર્ડર મુજબના માલ  બારોબાર અન્યને વેચીને 40 લાખની ઉચાપત કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ નકારી કાઢી છે.

કડોદરા પોલીસે આરોપી વિકાસ ચંપાલાલ દ્વારકાદાસ સ્વામી (રે.મનીષ ફ્લોટ મીલ પ્રા. લિ. ના સ્ટાફરૃમ,તાતીથૈયા)ની રૃ.40લાખની નાણાંકીય ઉચાપત કરીને ગુનાઈત વિશ્વાસઘાતના કારસા બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આરોપી વિકાસ સ્વામીએ ફ્લોર મીલ પ્રા.લિ.ના સેલ્સમેન તરીેકે બહારથી મેળવેલા ઓર્ડર કંપનીને આપતા તેના ઈન્વોઈસના આધારે માલ કંપનીમાંથી ટ્રાન્સપોર્ટર દ્વારા મોકલવામાં આવતો હતો.પરંતુ આરોપી સેલ્સેમેને કંપનીમાં આપેલા માલના ઓર્ડર મુજબ સંબંધિત પેઢીઓને માલ મોકલવાને બદલે માલ ડાયવર્ટ કરીને અન્યને બારોબાર વેચીને 40 લાખ જેટલી માતબર રકમની ઉચાપત કરી હતી. આરોપી વિકાસ સ્વામીએ જામીન માંગતા તેના વિરોધમાં એપીપી દિગંત તેવારે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે, સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.

(6:18 pm IST)