Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કાલથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે: વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

દીવ, આણંદ. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાલથી ગુજરાતના પ્રવાસે આવશે,શુકવારે બપોરે 1 વાગે અમદાવાદ પહોંચશે. અમિતભાઈ  શાહ અમદાવાદમા બોપલ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે. સાંજે 4 કલાકે બોપલ સ્થિત ઈસરોના કેન્દ્રમાં પીએમ મોદી સાથે મુલાકાત લેશે.

 આ ઉપરાંત બીજા દિવસે 11 જૂને દીવના પ્રવાસે જશે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેશે તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે. આ ઉપરાંત શાહ 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે બપોરે ગાંધીનગર પહોંચશે અમિત શાહ ગાંધીનગર મનપા અને GUDA ના કાર્યક્રમમાં હાજરી આપશે આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે . જયારે 12 તારીખે સાંજે અમદાવાદ ના શેલામા નવા તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.

ગુજરાત વિધાનસભાની  આગામી ચૂંટણીને પગલે  રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.  જેમાં  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ શુક્રવારે એક જ દિવસે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. તેમજ ત્રણ દિવસ દરમ્યાન તેવો દીવ, આણંદ. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમજ અનેક વિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

(7:22 pm IST)