Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

આમલી ગામ પાસેથી પોલીસે સ્કુટી ગાડી માથી 24,000 રૂપિયાનો દારૂનાં મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે ચેકીંગ દરમિયાન આમલી ગામ નજીકથી સ્કુટી ગાડી પર લઇ જવાતા વિદેશી દારૂ નાં જથ્થા સાથે બે શખ્સને પકડી ગુનો દાખલ કર્યો છે
  મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ માણસો સવારે મોવી ચોકડી વાહન ચેકીંગમાં હતા ત્યારે એક શંકાસ્પદ સ્કુટી ચાલક ચેતનભાઇ બચુભાઇ વસાવા( રહે , ખામર ટેકરા ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા )તથા પાછળ બેઠેલ વિરેન્દ્રભાઇ ભુપેન્દ્રભાઇ વસાવા(  રહે,નાના રાયપરા ઉપલુ ફળીયુ તા.નાંદોદ, જી.નર્મદા )પોતાની હોન્ડા ડીઓ સ્કુટીમા ગે.કા.ભારતીય બનાવટનો ઇંગ્લીય દારૂ પ્લાસ્ટીકના કવાટરીયા કુલ નંગ -૪૫ કિ.રૂ.૪૦૦૦ નો તથા હોન્ડા ડીઓ સ્કુટી કિંમત રૂપીયા ૨૦,૦૦૦ મળી કુલ્લ કિ.રૂ , ૨૪,૦૦૦ નો મુદ્દામાલ રાખી પોલીસ રેડ દરમ્યાન આમલી ગામ પાસેથી પકડાઈ જતા પોલીસે આ બંને સામે ગુનો દાખલ કર્યો છે.

(10:51 pm IST)