Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

રાજપીપળામાં લો-વોલ્ટેજની સમસ્યામાં હવે કલાકો વીજળી બંધ થવાનો વધારો થતાં લોકો ગરમીમાં પરસેવે રેબઝેબ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં  ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધ્યું હોય લોકોના ઘરમાં પંખા ખાસ અસર ન કરતા કેટલાક ઘરોમાં એરકન્ડિશનર લગાવ્યા છે ત્યારે દરરોજ બપોરે અને રાત્રે ગરમીથી બચવા આ લોકો એસી ચલાવતા હોવાથી વર્ષો જુના લોડ મુજબના ફિટ કરેલા ટ્રાન્સફોર્મરની કેપેસિટી હાલમાં કામ ન લાગતા દરેક વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યાના કારણે માત્ર પંખા પર કામ ચલાવતા મધ્યમ વર્ગના લોકોને પંખા ધીમા ફરતા આકરી ગરમીમાં સેકાઈ રહ્યા છે સાથે સાથે મે મહિનામાં જ વીજ  કંપની દ્વારા અલગ અલગ તારીખો મુજબ કામગીરી કરી આખો દિવસ વીજ પુરવઠો બંધ રખાયો હોવા છતાં હાલમાં કેટલાક દિવસથી દિવસમાં બે ત્રણ વખત વીજળી ગુલ થવાની સમસ્યા જોવા મળી હોય તો રીપેરીંગ કામગીરી કરવા બાદ પણ લોકોની હેરાનગતિ કેમ દૂર થઈ નથી તેવા સવાલો સ્થાનિકો માં ઉઠ્યા છે,બીજી બાજુ લાઈટ ગયા બાદ ક્યારે આવશે કે ફોલ્ટ બાબતની ફરિયાદ કરવા માટે આપેલો મોબાઇલ નંબર હંમેશા એંગેજ જ આવતો હોવાની પણ ગ્રાહકોની બૂમ સંભળાઈ છે માટે આ તમામ બાબતે યોગ્ય પગલાં લેવાઇ તેવી માંગ છે

(10:56 pm IST)