Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગુજકોમાસોલના ડિરેકટરની ચૂંટણીમાં જુથબંધી દેખાઈ : સંગઠનમાં પૂર્વ ડે ,સીએમ નીતિનભાઈ પટેલનો દબદબો

છેલ્લી ઘડીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નજીક માનવામાં આવતા વિનોદ પટેલ ને અપાયું મેન્ડેડ; અગાઉ ભાજપે વિસનગરના અંકિત પટેલને આપ્યું હતું મેન્ડેડ

મહેસાણામાં ગુજકોમાસોલના ડિરેકટરની ચૂંટણીમાં જુથબંધી સામે આવી છે. ગુજકોમાસોલના 32 ડિરેકટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાંમહેસાણા જિલ્લામાં ગુજકોમાસોલની એક બેઠકને લઈને પ્રથમ વખત મેન્ડેડ બદલાયા હતા. અગાઉ ભાજપે વિસનગરના અંકિત પટેલને મેન્ડેટ આપ્યું હતું.

છેલ્લી ઘડીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નજીક માનવામાં આવતા વિનોદ પટેલને મેન્ડેટ આપી દેવાયું હતું. વિનોદ પટેલને મેન્ડેડ આપવામાં આવતા ગુજકોમાંસોલમાં વિનોદ પટેલ ડિરેકટર તરીકે બિનહરિહ જાહેર થયા હતા. અને આ સાથે સંગઠનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો દબદબો યથાવત રહ્યો હતો. વિસનગરના અંકિત પટેલનું મેન્ડેટ છેલ્લી ઘડીએ રદ થતા વિસનગર ભાજપમાં નારાજગી વ્યાપી ગઈ હતી

(1:05 am IST)