Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં માથાના અસહ્ય દુખાવાથી કંટાળી 22 વર્ષીય યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની યુવતીને છેલ્લા એક સપ્તાહથી માથાનો દુખાવો  હતો.આજે સવારે હોસ્પિટલમાં બતાવી આવ્યા  પછી તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે કારેલીબાગ  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતી કાજલ માધુભાઇ મસાણી (ઉ.વ.૨૨) ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેના પિતા સિક્યુરિટીમાં નોકરી કરે છે.જ્યારે માતા સ્વીપર તરીકે કામ કરે છે.કાજલને ગત તા.૨ જી એ તેને માથાનો દુખાવો થતા તે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગઇ હતી.તેમ છતાંય તેને માથાનો દુખાવો થતો હતો.જેથી,આજે સવારે મોટી બહેન સાથે ફરીથી સયાજી હોસ્પિટલમાં ચેક અપ કરાવવા માટે ગઇ હતી.હોસ્પિટલમાંથી પરત આવ્યા  પછી મોટી બહેન સાસરીમાં જઇને આવું છું . તેવું કહીને ઘરેથી નીકળી ગઇ હતી.અડધો કલાક પછી મોટી બહેન ઘરે પરત આવી ત્યારે કાજલે ફાંસો ખાઇ લીધો હતો.કારેલીબાગ પોલીસ  સ્ટેશનના એ.એસ.આઇ.ઉદેસિંહે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે,માથાના દુખાવાના કારણે કાજલ હતાશ થઇ ગઇ હતી.અને  તેના કારણે જ  આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

(7:02 pm IST)