Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદ:સોલા સાયન્સ સીટી વિસ્તારમાં સાસરિયાના દહેજના ત્રાસથી કંટાળી પરણીતાએ 11માં માળેથી છલાંગ લગાવતા પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: સોલા સાયન્સ સીટી વિસ્તારમાં ત્રણ મહિના પહેલા ૧૧ માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ પત્નીએ રવિવારે રાત્રે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પતિ, સાસુ અને સસરાને ૩૫ લાખ પિતાએ તેમજ ફરિયાદીએ દાગીના ગીરવે મુકીને ૧૨ લાખ મળી કુલ ૪૭ લાખ આપ્યા હતા. આ રકમ જુગારમાં હારી ગયેલા પતિએ વધુ ૫૦ લાખ પિતા પાસેથી લાવવા દબાણ કર્યું હતું. મહિલાને પતિએ મારઝૂડ કરી કરી જાનથી મારવાની તેમજ માર્ચ,૨૦૨૨માં પિયરીયાને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બનાવ અંગે સોલા પોલીસે મહિલની ફરિયાદ આધારે સાસરિયાં વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પતિ વિરૂદ્ધ ફરિયાદ કરનાર પત્ની, તેના પિતા, બહેન,બનેવી સહિતના લોકોના ત્રાસથી પતિએ ત્રણ માસ અગાઉ ૧૧ માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્ની સહિતના સાસરિયાં ઉંચુ વ્યાજ વસુલી ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી. 

 સોલા સાયન્સ સીટી વિસ્તારમાં મંગલમ  નિવર્ણા ખાતે ભાડાંના મકાનમાં રહેતાં રિપલબહેન ધુ્રવભાઈ પટેલેએ સોલા પોલીસ સ્ટેશનમાં દિયર મિલન પટેલ, સાસુ ભગવતીબહેન, સસરા કમલેશભાઈ અને પતિ ધુ્રવભાઈ તમામ રહે, સિલ્વર ક્રસ્ટ બંગલો, સાયન્સ સીટી રોડ, સોલા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.૨૦૧૪માં ધુ્રવ પટેલ સાથે રિપલબહેનના લગ્ન થયાના છ માસમાં પતિ સહિતના સાસરિયાંએ જબરજસ્તી છૂટાછેડા લખાવી દિધા હતા. ઓગષ્ટ,૨૦૧૫માં સમાજના આગેવાનો વચ્ચે પડતા બંને પક્ષે સમાધાન થતાં પુનઃ કોર્ટ મેરેજ કર્યા હતા. તે પછી સાસરિયાંના મ્હેણાં ટોણાં ચાલુ રહ્યા દિકરીના જન્મ બાદ પણ સાસરિયાં અમારે દિકરો જોઈતો હતો તેમ કહી તકરાર કરતા હતા. જીયાણાંમાં સાસરિયાંએ એક કિલો ચાંદી, પાંચ લાખ રોક્ડ અને પાંચ તોલા દાગીના માંગીને લીધા હતા. 

(7:03 pm IST)