Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ : વતનથી પરત ફરેલા 100 શ્રમિકો કોરોના પોઝિટિવ: તંત્રમાં ખળભળાટ

મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટની કાર્યવાહી

સુરતમાં વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન 100 જેટલા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.100 શ્રમિકો કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને તેની ચિંતા વધી છે. આ માટે તંત્ર દ્વારા શ્રમિકોના ટેસ્ટ ફરજિયાત કરવાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કામદારો માટેની પોલિસીનો પણ અમલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.

ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,06,966 પર પહોંચ્યો છે. તો આજે 1445 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.87% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,351 છે. આજે સંક્રમણથી 13 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3136 પર પહોંચ્યો છે

(10:53 am IST)