Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગુજરાતમાં ડુપ્લીકેટ બાયોડિઝલનું ગેરકાયદેસર વેંચાણ અટકાવવા વિજયભાઇ રૂપાણીને રજુઆત

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન દ્વારા રજુઆત બાદ યોગ્ય કાર્યવાહીની ખાત્રી

રાજકોટ,તા.૯ : ધારાસભ્ય દુષ્યંતભાઇ અમીન (ભરૂચ) ફોડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોશીએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ પટેલ, તનસુખભાઈ પરમાર, ભરતભાઈ ત્રિવેદી (બનાસકાંઠા) માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ મંત્રી જયેશભાઇ રાદડિયાને ગાંધીનગર રૂબરૂ મળીને ડુપ્લીકેટ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા માટે ઉગ્ર રજુઆત કરેલ છે અને મુખ્યામંત્રીએ પણ રજુઆત ધ્યાને લઈને તાત્કાલિક પગલાં લેવા તેમજ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તેમ જણાવ્યું છે.

વિજયભાઇ રૂપાણીને અહેવાલ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બજારમાં ઉઘાડે ચોક, રોકટોક વગર ડુપ્લીકેટ બાયો ડિઝલનું ગેરકાયદેસર વેચાણ થાય છે. જેને કારણે ગ્રાહક સાથે છેતરામણી પર્યાવરણને નુકશાન, ગુજરાત સરકારની વેટની આવક વગેરે નુકસાન થાય છે. આ બાબતે તા. ૯/૭/૨૦૨૦ના રોજ પત્ર લખી ધ્યાન દોરેલ છે.

ઉપરોકત બાબતે આઇઓસી કંપનીના એસએલસીને પણ તા. ૨૪/૮/૨૦૨૦ તથા ભારત સરકારના પેટ્રોલીયમ વિભાગના જોઇન્ટ સેક્રેટરીએ તા.૨૭/૮/૨૦૨૦ના રોજ પત્ર લખી ગેરકાયદેરસ  ડુપ્લીકેટ બાયોડિઝલનું વેંચાણ અટકાવવા માટે પગલા લેવા જણાવેલ છે. આ બાબત ખુબ જ ગંભીર હોઇ આ વિષયે તાત્કાલીક પગલા લેવા સુચના આપવા અરવિંદ પી. ઠકકર (પ્રમુખ)એ રજુઆત કરી છે.

(11:40 am IST)