Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઓનલાઇન દસ્તાવેજ નોંધાવી શકાશેઃ ભૂમાફીયા સામે કાયદો કડક

ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા તત્વોની ખેર નથીઃ કુલમુખત્યારનામાના દુરૂપયોગ બદલ ૭ વર્ષની કેદ થશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૯: ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. રાજય દસરકારે સુધારવા ધારેલા કાયદામાં નીચે મુજબ કડક જોગવાઇઓ કરી છે.

 લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધેયક આવી રહ્યુ છે.

 મિલકતની તબદીલી માટે થતા દસ્તાવેજોની નોંધણી માટેના કાયદો ભારતીય નોંધણી. અધિનિયમ ૧૯૦૮માં મહત્વના સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક ૨૦૨૦

 ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનર્શેં.

 દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાર્શેં

 ભૂ માફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત હવે છેતરપિંડીથી હડપ નહિ કરી શર્કેં

 મિલ્કત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હક્કોના રક્ષણ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ઘર્તાં

 સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકર્શેં.

 ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહિ કરાવી શર્કેં.

 ઇલેકટ્રોનીક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપીંડીથી દસ્તાવેજ પર લાગશે રોર્કં

 દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થર્શેં.

 દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલ્કત માલિક હોવાના આધાર-પુરાવા રજુ કરવા પડર્શેં.

 ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપીંડીથી દસ્તાવેજ કરનારને ૭ વર્ષની કેદ-મિલ્કતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે.

 સાચા મિલ્કત માલિકની ઓળખ સરળ બનશે.

 સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલ્કત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક.

(12:53 pm IST)