Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૧મીથી એક સપ્તાહ ફરી વરસાદી માહોલઃ સાર્વત્રિક નહિ છુટાછવાયા વિસ્તારોમાં વરસી જાય

સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, ઉત્તર- મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વધુ શકયતા

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે અરબ સાગર યુ.એસી., ભુજયુકત પવનો / બંગાળની ખાડીનું યુ.એ.સી અને ટ્રફ (ઈસ્ટવેસ્ટ તરફથી ફુંકાતા પવનો)ની સંયુકત અસરથી અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં ઝાપટા હળવો મધ્યમ ભારે વરસાદ પડશે. વિસ્તાર વરસાદ માત્રા વધઘટ સાથે વરસાદ પડશે. તા.૧૧ થી ૨૦ /૨૧ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર, મધ્ય અને પુર્વ ગુજરાતમાં વધુ શકયતાવાળા વિસ્તાર ગણાય. બાકીના વિસ્તારોમાં વરસાદ અને વિસ્તાર પ્રમાણ ઓછું રહે. ઝાપટા ૧ ઈંચ થી ૭ ઈંચ સુધીએ સમય દરમ્યાનની વરસાદની કુલ માત્રા અમુક વિસ્તારોમાં એથી પણ વધુ જોવા મળે. વરસાદની માત્રા બાબતે વધુમાં નજીક દિવસો આવે એમ ખ્યાલ આવશે પણ રાઉન્ડ લાંબો રહેશે તેમ જણાવાયું છે.

(2:46 pm IST)