Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શ્રેષ્ઠ બે ધારાસભ્યોને એવોર્ડ અપાશે :અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો નવતર પ્રયોગ

રાજકોટઃ ગુજરાત વિધાનસભામાં વર્ષ-ર૦૧૯ અને ર૦ર૦માં ધારાસભ્ય તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર બે ધારાસભ્યોને ૧૧૦૦ ગ્રામ ચાંદી સાથેનો એવોર્ડ આપવા માટે અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી  દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગૃહમાં હાલમાં સભ્ય તરીકે હોય તેવા પૈકીના સભ્યોને પસંદગીના ધારા-ધોરણ મુજબ લાભ મળશે.  દર વર્ષે એક ધારાસભ્યને એવોર્ડ અપાશે.  એવોર્ડ માટે ધારાસભ્યની પસંદગી કરવા ગૃહના અધ્યક્ષ ઉપરાંત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિપક્ષી નેતા, દંડક વગેરેની સમીતી રચવામાં આવી છે. આ સમીતીની બેઠક તા.૧૯મીએ મળશે. તા.ર૧થી મળનારા સત્ર દરમિયાન પસંદગી પામેલ ધારાસભ્યને શ્રેષ્ઠ એવોર્ડ અપાશે. ધારાસભ્યની ગૃહમાં હાજરી, સક્રિયતા, પ્રશ્નોની ગુણવતા વગેરે મુદાઓ પસંદગી વખતે ધ્યાને લેવામાં આવશે.

(3:15 pm IST)