Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અમદાવાદના બિલ્ડર સાથે 25.24 કરોડની છેતરપિંડી આચરનાર 5 ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:દેશ-વિદેશમાં નામના ધરાવતી પેસિફિકા ગ્રુપ સાથે પાર્ટનરશિપ કરી ધરતી મેટ્રિક કાઉન્ટી મેડ્રિડ કાઉન્ટી એલ. એલ. પીના મળતિયાઓ દ્વારા કંપનીની જાણ બહાર પાર્ટનરશીપ રદ કરતું એગ્રીમેન્ટ બનાવી બારોબાર ફ્લેટ અને બંગ્લોઝ વેચી કંપનીને 25.24 કરોડનું નુકશાન પહોંચાડનાર પાંચ શખ્સો વિરૂદ્ધ મકરપુરા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અમદાવાદ શહેરના રહેવાસી રાકેશ ઉર્ફે રોકી ઈસરાની પેસિફિકા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન તરીકે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે આ કંપની ભારત સિવાય અમેરિકા મેક્સિકો કેલિફોર્નિયા ખાતે કાર્યરત છે. પેસિફિકા ગ્રુપ ચાર બિલિયન યુએ ડોલર એટલે કે 30 હજાર કરોડની વેલ્યુએશન ધરાવતી કંપની છે જેથી પેસિફિકા ગ્રુપના નામ ઉપર ગ્રાહકો વિશ્વાસ અને ભરોસો રાખી કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં નાણાનું રોકાણ કરતા હોય છે. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ રશ્મિકાંત ભટ્ટ, ચૈત્તલ ભટ્ટ, ગીતા ભટ્ટ, નિકિતા ભટ્ટ અને રિદ્ધિ ભટ્ટ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:03 pm IST)